________________
૧૨૯
વીજ રીતે આ ભરતખંડ રૂપી બાગમાં એ વસંતપુર વસંતરૂતુની માફક શોભાવડું દેખાતું હતું. તેમાં અને રીમર્દન નામે રાજા રાજય કરતા હતા તે જેમ કેઈ બાગને હોશીયાર માળી તે બાગની કેટલીક ખરાબ થયેલી વનસ્પતીને કાપી નાખે તેમજ એ અરીમર્દન રાજા પણ તે વસંતપુરીમાં નીતિથી ઊલટા ચાલનારાઓને જડમુળમાંથી ઉખેડીને બધી વસ્તીને સુનીતિમાન તરીકે શોભાવતો હતો. તે નગરીમાં ધરણ નામે એક કઠીયારે રહેતો હતો તે લાકડાં લેવાને જંગલ માં રોજ જતો હતો. એક સમયે તે કઠીઆર નંગલમાંથી લાકડા કાપીને આવતો હતો અને મધ્યાન - વાથી સૂર્યના તાપથી તથા માથાના ભારથી તથા શુંખના મારથી કંટાળીને આરામ લેવાને માટે એક આંબાવાડીઆમાં આવ્યું. ત્યાં એક નદી આવી તેમાં ઝાડની છાયા સારી જોઈને બેઠે. નદીના કિનારે તે બેઠો હતો અને તેની પાસે બીજું કઈ વાત ચીત કરનાર ન હોવાથી તે એકલે બેઠો હતો બેઠે નદીના પીળા મઠીને કાંકરા હાથવતી આમતેમ એક પછી એક ફેરવતે હતો. તેવામાં તેના હાથમાં એક ચીંતામણું રત્ન આવી ચડ્યું. તે રત્ન હાથમાં લીધા પછી તેના હવાઈ વિચારે ચાલતા હતા 'તેમાં એ એક પવન આવ્યું કે જો આ જગ્યા ઉપર