________________
બોલાવી આણ. પછી રાજાએ તે વાળંદને કહ્યું કે કમ આ શું થયું ? ત્યારે તે વાળંદ બોલ્યો કે જીવે રાજ જેવું મેં તમારા આગળ ખોટું કહ્યું તેવું જ ફળ મને મળ્યું. પછી રાજાએ સભાને જણાવ્યું કે જુઓ ભાઈઓ, સમશને બ્લેક, તેજ પ્રમાણે રૂડાનું રૂડું અને ભુંડાનું ભુંડું થાય છે એમ જણાવીને પછી સેમઅને મોટું માન આપીને ઘરે મોકલ્યો.
ચાર વેદીઆની સ્થા.
- એક ગામને વિષે ચાર વેદીયા બ્રાહ્મણ રહેતા હતા તેઓ કાંઈ ભણેલા નહતા પણ ખેતી કરીને પિતાનું પેટ ભરતા હતા. એક વખત તેઓ પિતાના ખેતરમાં હળ ખેડતા હતા અને મધ્યાન થવાથી થાકીને એકઠા થઈ બેઠા. પછી બીજી ત્રીજી આડી અવળી વાતો કરી, તેમાં એમ સાર હતો કે આપણે દુખી છીએ માટે દુખ નીવારણનું ઓસડ ધન છે તે ધન મળેતે આપણું એકે દુઃખ રહે નહીં. પછી એક બેલ્યો કે આપણે આપણા રાજા ભેજ પાસે કાઈક જોડી લઈ જઈએ તે બીજા પરદેશી બારણે તેના આશરે આવે છે અને પિશા લઈ જઈને સુખી થાય છે માટે આપણે તે તેની જ પ્રજા છીએ, તે તેમાં આપણે એકે દુખ રહે નહીં એવો ઉપાથ હાથમાં