________________
૧૮
વખત તે નગરમાં પરદેશથી ડાઈ સેવાગર કેટલાક ઘડા લઈને આવ્યો. તે ધોડા જાતવાન જાણીને રાજો તથા પ્રધાને પારખું કરવાનો વિચાર કર્યો અને એક ઘોડા ઉપર રાજા તથા એક ઘેડી ઉપર પ્રધાન એ પ્રમાણે બંને બેડાપર બેઠા, જેવા ઘોડાની નાગ દબાવી ઘેડ ચલાવ્યા તેવાજ પંખીની માફક ઘોડા ઉપડયા. રાજા તથા પ્રધાન જેમ જેમ ઘેડાની વાળ તાણે તેમતેમ ઘેડા ખુબ દોડતા જાય, તેમ કરતાં દસ બાર ગાઉનીકળી ગયા. ત્યારે રાજા કહે પ્રધાન હતા હાથમાંથી લોહીની સેડે છૂટ માટે ઘેડાની વાળ મુકી દઈએ એમ કહીને વામ મુકી દીધી તે વખત ઘોડા ઉભા રહ્યા, તે વખત રાજાએ પ્રધાનને કહ્યું કે આ ઘેડ તા અવળી વાગવા છે એમ વાત કરતા હતા તેવામાં એક વડની શીતળ છાયા જોઈને તેની નીચે આરામ લેવાને બેઠા. તે વખતે રાજા પ્રધાનને કહેવા લાગ્યા કે મને બહુજ તરસ લાગી છે તેથી મારા પ્રાણ જાય છે તે સાંભળીને પ્રધાને રસ્તામાંથી બે ત્રણ આંબળાં લીધાં હતાં તેમાંથી એક આંબળું મેમાં રાખવાને આપ્યું અને પિતે ઝાડ ઉપર ચડીને પાણીની શોધ લીધી પણ આસપાસ નજીકમાં પાણી હોય એમ જણાયું નહીં. પ્રધાન ઝાડ ઉપરથી હેડે ઉતર્યો અને જોડે છેડી પુર્વ દીશામાં પાણીની શોધ કરવાને ગયે. ઘણે દૂર સુધી તેણે એ દીશામાં ચાલ્યા કર્યું
૧૫.