________________
૧૭૩
શું કરીશું, કાંઈ પાછા આવી જવાને હતો કે ? એટલે તું મને શોક કરવાનું કહે છે. આથી રાણી શક કરતી પિતાના મહેલમાં બેશી રૂદન કરવા લાગી, તેથી આખા ગામમાં એ વાત ફેલાઈ ગઈ અને બીજે દીવસે ગામના લેકે શેકથી હડતાલ પાડી બેઠા. રાજાએ સવારમાં પ્રધાન આવ્યા ત્યારે પુછયું કે કેમ કંવરનું શું થયું? ત્યારે પ્રધાને કહ્યું કે મેં દાસી આવી ત્યારે ઉઠાડતાં મરેલા દીઠા. આથી રાજાએ એ વાત પડતી મુકી બીજી વાતો કરવા માંડી પણ કંવર સંબંધી પ્રધાનને શોક વધારે દીઠે તેથી રાજાએ કહ્યું કે તું મારે પ્રાણ સમાને મિત્ર છે અને તારો માર વિશ્વાસ છે માટે નિર્ભયપણથી રહે છે. રાત્રે રાણીને પણ શેક કરતી જોઈને રાજાએ કહ્યું કે પ્રધાન અને જીવતદાન આપનારો છે માટે તેણે મારે પુત્ર માર્યો તો શું, હું એનું વેર લેવાને શીક્ષા કરૂં એમ તો કદી બનવાનું જ નથી. પછી રાણીએ પણ રાજાની એવી વાત સાંભળીને વિચાર્યું કે રાજાને તે તેના ઉપર પ્રીતી છે તેથી તેને કાંઈ પણ કરનાર નથી માટે શેક કરે તેમાં સાર નથી. પછી કેટલીકવાર રાણીને છોકરાનું સમરણ થઈ આવ્યું હાછે ત્યારે તે છાની છાની રડતી દેખાતી પણ પ્રધાનને માટે જરએ તેનાથી રાજા પાસે કહેવાની હીંભત ચાલતી નહીં.