________________
૧૭૯
મૃત્યુ લેકમાં આવ્યા. તેઓ પાધરા શ્રી શરનગરમાં સુખેણ નામે રાજા રાજ્ય કરતા હતા નગરમાં આવ્યાં, ત્યાં આખું ગામ ફર્યો પણ કઈ ઉતારા જેવી જગ્યા મળી નહીં કારણ કે તે ગામમાં કોઈ દળિદ્રી રહેતું નહીં કે જેને ઘેર તેઓ (દેવ) ઉતારો કરે. એમ ફરતાં ફરતાં પુર્વ દીશાના દરવાજા તરફ એક થવીરા નામે ડેાસી રહેતી હતી તેને વછપાળ નામે એક દીકરો હતા તે હમેશાં ગામના વાછરૂ ચારતા હતા. ડોસી પારકું કામ કરીને ઘરનો ખરચ ચલાવતી હતી. તે ડોસીને ઘરે ચારે દેવતા સાધુનું રૂપ લઇને તે ડોસીને ત્યાં આવ્યા આ સાધુરૂપે ચારે દેવતા ડોસીને આંગણે આવ્યા ત્યારે તે બોલી કે મહારાજ જાળવજે મારાં વાછરડાં ભડકાવશે. તેથી દેવતા બેય કાંઈ ફીકર નહીં. એમ કહીને ડોસીની ઓશરીમાં જઈ બેઠા. થોડી વાર પછી ડોસીને કહેવા લાગ્યા કે કાંઈ વાસણ કુસણ ઘરમાંથી લાવો તે રસોઈ પાણીની તજવીજ કરીએ, એ સાંભળી ડોસી બોલી કે મારા વીરાઓ મારે ઘરે તે મેં કાંઈ રાંધ્યું નથી. ત્રણે ટાણા ગામમાંથી રાબ પાટલા ભાગી આપું છું તે માદકર ખાઈ પી સુઈ રહીએ છીએ અને આવરદાના દહાડા પુરા કરીએ છીએ અમારા જેવાં ગરીબ માણસને ત્યાં તમારા જેવા મેટા પુરૂષના પગલાં થયાં તેથી હું મારે દહાડે આ