________________
૧૪૪
ચાકરી કરતો. એક સમયે રાજા સભામાં બેઠે હતા તેમાં પાંચસેં પંડીતે પણ બેઠા હતા. તે પંડીતની અંદર સારદાનંદ નામે મોટે વિદ્વાન બ્રાહ્મણ પણ બેઠે હતે તેની બુદ્ધિ એવી તો ચપળ હતી કે તેને કોઈ પણ બુદ્ધિનું કામ સોંપવામાં આવતું તે પાર પડતું હતું. આવી અથાક ચાતુરીથી રાજા તેના ઉપર ઘણોજ મોહી પડયા હતા અને રાજાનું તે પંડીત ઉપર બહુજ માન હતું. જેજે નવા બુટા ઉભા થતા તે એ પંડીતની ચાતુરીના નમુના હતા. જ્યારે સારદાનંદનું માન વધ્યું ત્યારે બીજા પંડીતને એ વાતની બહુ આ દેખાઈ ઉત્પન્ન થઈ અને તેઓ સર્વ સારદાનંદને કઈ પણ બાબતમાં અપમાન મળે તથા તેનું રાજા જે અતી હેત દાખવે છે તેમાં અંતર પડાવીને રાજાના ક્રોધનું કાંઈ પણ તેના ઊપર કારણ બને તેમ કરવાને તેઓ . સર્વ તત્પર થઈ રહ્યા હતા. થોડા કાળમાં તે બાબત
પાર પાડવી એવો વિચાર કરતા હતા. આજની ભોજ રાજ સભા સારદાનંદની બહાદુરી અને તેના માનની મગરૂર હતી પણ તેમાં મળેલી પંડીતરાજ સભા આ દેખાઈથી સારદાનંદની શત્રુતા દાખવતી હતી. હવે શેડો વખત આડી અવળી ગપસપ ચાલી તેમથીજ એક ન બુદ્દે ઉભે થયે તે એ હતો કે રાજા - જની મરજી ચીત્ર વિદ્યામાં પરિક્ષા કરવાની થઈ.