________________
૧૪૧ ધણ વસતો હતો તે જન્મ દરિદ્રી હેવાથી ઘણાક કસબ કરી ચુક પણ દળિક મટયું નહી ત્યારે છેવટ તેનું મન ચોરી કરવા તરફ દેડયું. ઘેરથી રાતને વખતે તે બ્રાહ્મણ રાજાના મહેલમાં આવે અને રાણી વાસમાં ગમે ત્યાં વીરમતી રાણી નાવાને માટે ગઈ હતી અને નોકર ચાકર તે મહેલમાં કેઈ નહેતું તેથી તે ભરકુંડ નામે બ્રાહ્મણ રાણીના ખાટલા નીચે જઇને બેસી રહ્યો એટલામાં પાણી આવી તેણે રાજાને આવવાનો વખત થવાથી સોળે શણગાર સજીયા તથા સેહેજ ઉપર ઠાવકી રીતે અંગ સમારીને બેઠી. પછી થોડા વખતમાં રાજા કચેરીના કામમાંથી પરવારીને આવ્યું. રાજાને આવતા જોઈને રાણીએ ઉભા થઈને નમન કર્યું. પછી બને સેજ ઉપર બેઠા. એટલામાં રાજા કહેવા લાગ્યું કે હે રાણી, હાલમાં મારી દશા બહુજ ચડતી છે હું જયાં જયાં લશ્કર મોકલું છું ત્યાં મારા લશ્કરના સરદાર જીત કરીને જ આવે છે વિદ્યાની બાબતમાં પણ હું કાંઈ ઉતરતો નથી. કોઈ વાર મારા પંડીતે પણ મારી બુદ્ધિને માટે અચરજ પામ્યા વગર રહેતા નથી. ખજાનામાં મારી દોલત પણ હમણાં તો ભરપુર છે. ટુકમાં હું સર્વ વાતે સુખી છું અને મારી પ્રજામાં કઈ દિળિદ્રી તો વસતેજ નથી.
એવાં અહંકારનાં બેલ સાંભળી રાણીએ કહ્યું કે સ્વામી આપની સાથે હું પણ પુરણ ભાગ્યશાળી છું.