________________
માં જઈને તુટલ મેટલ ખાટલી લઈને સુતે. એ ખબર રાજાને થઇ તેથી રાજા તેની પાસે આવીને પુછવા લાગ્યો કે કુંવર શા માટે તું રીસાણો છે? તેથી રાજ કુમારે રાત્રીની સર્વ હકીકત કહી ત્યારે રાજાએ કહ્યું કે તેમાં શું છે તમે દરબારમાં આવે એટલે કચેરીને વખત હોવાથી અમરદત્તને તેડાવીને તેને નિર્ણય કરી શું. રાજ તથા કુંવર કચેરીમાં આવ્યા અને રાજદૂતેને મોકલીને અમરદત્તને બેલા. રાજાએ તેને આદર સત્કાર કર્યો અને બેસાડીને પુછ્યું કે રાત્રીને ખેલ થયે તેને અર્થ તમે સમજો તમને બીજા બધા ગુના માફ છે. અમરદત્ત કહે સ્વામી, હું તો કશી વાત જાણતો નથી. રાજાએ બે ચાર વાર ફરી ફરીને પુછયું પણ હું તો નથી જાણતો એટલું બોલીને ઉભો રહ્યા. તે વખત રાજાને રીસ ચડી અને કેટવાળને બોલાવીને કહ્યું કે આ માણસને ગધેડે બેસાડીને ગામ બહાર લઈ જાવ પણ શ્રીમતીના મહેલની પાસે થઈને લઈ જજે અને ગામ બહાર જઈને સુલી દે કોટવાળ તેમ કરી લઈને નીકળે. આગળ ઢોલ વાગે છે માણસ પણ હજારે મળ્યાં છે એ જોઈ દાસીએ શ્રીમતીને કહ્યું તેથી શ્રીમતીએ દાસીને એક થાળમાં દુધને વાટકે મુકીને એક સેના મહોર દઇને કહ્યું કે આ લઈ જા તું રસ્તામાં ઉભી રહીને સોના મહેર અમરદત્તને દેખાડીને દુધમાં