________________
વ્યા અને પ્રથમ હાથણીએ કળશ ઢાળે અને પછી હાથીએ ઢા અને ચમર નાખ્યા કીધું. ઘોડે તે જગ્યાએ હીહીકાર મચાવી રહ્યું અને છત્ર પણ તેનાજ શીરપર ધારણ થઈ ગયું અને પંચ શબ્દ વાજીત્ર નાદ ખુલી ગયા. પ્રધાન મંડળ પ્રણામ કરવાને તૈયાર થયું એટલે મુખથી છેડો દુર કરતાં સકલ જન મંડળ તેને ઓળખીને આશ્ચર્ય પામ્યા. “આ તે દેવપાળ છે તેને રાજ્ય શાનું હોય એ તો પંચદીવ્યની ભુલ થઈ ગઈ. ચાલે, આપણે પાછા જઈ એ” એમ કહીને પાછા રાજ્યમાં ગયા અને ફરીને પંચદીવ્ય શંગાર સજાવ્યા. તે પણ ત્યાં જઈ અટક્યા અને ત્રીજીવાર પણ ત્યાં જ જઈને દેવપાળને નમ્યાં. આથી દેવપાળને રાજયનો માલીક સમજીને રાજગાદી ઉપર બેસાડી રાજા બનાવે. જેને દેવ આપે તેને મનુષ્યથી શું કરી શકાય. હવે દેવપાળને રાજય શૃંગાર પહેરાવ્યા અને આખા ગામમાં મોટા ઠાઠથી સ્વારી ફેરવી અને મહોત્સવ પ્રવર્ત. મહા દાન દેતા રાજાધીરાજ દેવપાળ રાજ તીલકનું તેજ પામે તેની આણદાણ ફરી. રાજ પુત્રી સાથે તેનું લગ્ન થયું. તેણે શ્રી પાર્શ્વનાથજીનો મહા પ્રસાદ કરાવ્યું અને ત્યાં શ્રી પાનાથજીની મુર્તિ પધરાવી. ઘણા સ્નાત્ર મહોત્સવ ક્ય. દેવપાળે પવિત્રતાથી શ્રા