________________
૯૪
વકવૃત પાળીને દેવકનું સુખ પ્રાપ્ત કરવું. તેની પેઠે જે ભગવાનની પુજા કરે અને મનને કબજામાં રાખીને વ્રતની પુરી ભાવના ધરે તેજ આ ભવે અને પરભવે સુખી થાય.
દાનવિષે મુળ દેવની કથા.
શ્રી કોસંબી નગરી નામે વિશાળ નગરમાં મહાવીર સેન નામે રાજા રાજ્ય કરતા હતા તેને વીરમતી નામે રાણી હતી અને તેઓને મુળદેવ નામે એક કુમાર હતો. વિદ્યા ભણી ગણીને તે જ્યારે તૈયાર થયે ત્યારે ભરપુર જોબન પામ્ય અને મહા દાનેશ્વરી થયે. બહુદાન આપવાની ટેવથી રાજય ભંડારમાં ખાડો પડવા લાગ્યો. આ વાત પ્રધાને રાજાને જણાવી તેથી રાજાને રીસ ચડી અને પુત્રને બોલાવીને દેશવટો દીધે. તે કબુલ કરીને માતા પાસે આજ્ઞા માગવાને ગયો તે વખતે માતાના પિયારની લાગણી ઉશ્કેરાઈ ગઈ અને આંખમાં પાણી આવ્યું પણ તેથી કાંઈ વળે તમ નહતું એ જ્ઞાનથી તપાયું અને પછી ચાર રત્ન આપીને મુળ દેવને તેની માતાએ કેટલીક શુભ શીખામણ આપીને રજા આપી. માર્ગે ચાલતાં ચાલતાં કેટલેક દીવસે પધપુર નગરમાં તે આવી પહોંચ્યો ત્યાં લુહારની કેડ ઉપર ધણના ધડાકા મા