________________
૧૧૬
ચાલવા માંડયું એટલામાં અર્જુન માલીએ વજ ઉંગામ્યું. ઉગમતાં તે ઘરતી ઉપર પડી ગયે અને અચેત થઈ કે તેથી તંદુકને વાસે તેના શરીરમાંથી નીકળી ગયો અને અર્જુન માલી ઉઠીને ઉભે થે. શેઠને પગે લાગ્યું ને પુછયું કે તમે ક્યાં જાઓ છો ત્યારે શેઠ કહે કે હું શ્રી મહા વીર સ્વામી ભગવાનને વંદવાને જાઉ છું આથી અર્જુન કહે કે હું પણ આવીશ. શેઠ અને અર્જુન બે જણ સમોસણે આવ્યા તથા ધમીપદેશ સાંભળે. આથી અર્જુન માલીને બોધ લાછે અને ધર્મ ભાવ પ્રગટતાં જ તેણે દીક્ષા લીધી. દીક્ષા લઇને તે બોલે કે સ્વામી મેં ઘણાજ કઠેર કર્મો કર્યો છે તે હું કેમ છુટું. આ સાંભળીને શ્રી ભાગવાન બોલ્યાઃ–આ નગરની બહાર ચારે કોર ફરતા કાઉસગ કરે. પછી તેવી રીતે તેણે કર્યું. તેમ કરવામાં બહાર આવતાં જતાં લે કે તેને ઉપદ્રવ કરતા હતા તથા ક્રોધ ચડે તેવાં વચન કહેતા હતા તે સર્વે તે સાધુવ્રતીથી સહન કરતો હતો એમ સાધુપણે તપશાકરતા-કેવલ જ્ઞાની થઈ મોક્ષે ગયે. એવી રીતે જે વરત ધારણ કરશે તથા એક મને તપશા કરશે તે જૈન ધર્મનાં પ્રભાવે મેક્ષ સુખ પામશે.