________________
૧૨૨
એક અવતારી છે. માત્ર એકજ ગાથા સાંભળી હતી તે તેના પ્રભાવે જાતે તરી પાર ઉતરી ગયે. તે માટે ઉપરની વાતથી વાંચનારે એટલું જ સમજવું કે તેણે ગાથા ધારી હતી તો તેને આધારે તે પાર પામે તે માટે જે ભાવ સહીત સુત્ર સાંભલે અને ધારે તે સુખે સંસાર તરે એ નિશ્ચય સમજવું.
મૃગલાની કથા.
શ્રી વસંતપુર નગરને વિષે અરીમન નામે રાજા તે હનગરમાં રાજય કરતો હતો. તે નગરમાં એક સુરસેન નામે રજપુત હતો તેને રતી સુંદરી નામે સ્ત્રી હતી. એ બને સ્ત્રી પુરૂષોમાં અરસ પરસ બહુજ વહાલા હતું. પ્રીતિના પાશમાં પડીને તે બે જણ સુખ ભેગવતાં હતાં. કેટલાક દીવસ વહી ગયા ત્યારે સુરસેન સ્ત્રીને કહેવા લાગ્યો કે હવે હું તે બહાર દેશાવર નેકરીએ જઈશ આ સાંભળી સ્ત્રી બોલી તે સ્વામીનાથ આપના વિના હું કેમ રહી શકીશ મારા દીવસે કેમ જશે. મારા એ દીવસે ખરેખરા વિયેગરૂપી દુઃખનાજ થઈ પડશે માટે તેમાં મારે આધાર રૂપ એકમટા તુંબાની વીણા લાવી આપે કે જેથી હું કોઈ પણ રીતે મારું દુઃખ તેના સાથે રહીને ભેગવીલઉં. આ વખતે સુરસેને એક મેટા તુંબડાની રંગીત વિષ્ણુ