________________
શીયલ વિષે સીતાની સ્થા.
અધ્યા નગરીમાં રાજા રામચંદ્ર રાજ્ય કરતા હતા તેમને ઘરે સીતા નામે સ્ત્રી હતી તે મહા શીલવંતી હતી. સુખે રાજયના જોગ વિલાસ કરતા હતા, એક સમયે રામચંદ્રજી રાતન વખતે નગર ચરચા જોવાને નીકળ્યા હતા તેવામાં ફરતા ફરતા ઘાંચી વાડમાં આવી ચડ્યા. ત્યાં એક ઘાંચીના ઘર પછવાડેથી જતા હતા એટલામાં તે ઘાંચીની સ્ત્રી રમવા માટે ગઇ હતી તે મોડી આવી તેથી ઘાંચી છે કે તું આ વડી મોડી રાત સુધી ક્યાં રહી હતી ? તે સાંભળી સ્ત્રી બોલી સખીઓ સાથે રમતી હતી ત્યારે તે ઘાંચી બો કે આજનો ગુને તો માફ કરૂં છું. આજ પછી જો રાતે ઘર છોડીને બહાર નીકળીશ તે ઘરમાં નહીં થાલું. આ ઉપરથી ઘાંચણ બેલી કે તમે જુઓને, સોતા બે મહીના તે રાવણને ત્યાં રહી આવી પછી પણ રામે રાખી કે નહીં. એ બેલ સાંભળીને ઘાંચી બોલે કે, રામે રાખી પણ હું તો ન રાખું. એટલી વાતચીત કરીને બને સુઈ ગયાં, આ સઘળી બીના રામચંદ્રજી એ બરાબર ધ્યાન લગાડીને સાંભળી હતી તેથી મનમાં ઘણેજ ખેદ ઉસન્ન થયો. પ્રભાતને સમયે સીતાજીએ પુછયું કે કહો વામીનાથ આ૫ આજ ચીંતાતુર છે