________________
૨૫
શીયલ વિષે શ્રી શીલ સુંદરીની કથા.
શ્રી અવંતી નગરીમાં સુદર્શન નામે રાજ રાજય કરતો હતો તેને મન કેશર નામે પ્રધાન હતો તે પ્રધાનના ઘરમાં શીલ સુંદરી નામે સ્ત્રી હતી તે મહા શીલવંતી હતી. એક સમય ઉપર પ્રધાન પિતાને ઘેર દેરાસર હોવાથી ત્યાં બેઠા બેઠા પુજા કરે છે. તેને સમયે રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યો તે વાલંદ પ્રધાનને પુજા કરતાં જઈને પાછા વળે. પાછા જઈને રાજા પ્રત્યે બેલ્યો કે મહારાજ પ્રધાનજીત પુજા કરે છે. પણ એક કમળનું ફુલ પ્રધાનના દેરાસરમાં ઘણું જ અનુપમ મેં જોયું. રાજા એ વાત મનમાં સમજી રહ્યો. તેવામાં પ્રધાન પણ આવે એટલે રાજાએ કહ્યું કે અરે ! પ્રધાનજી ઉત્તર દિશા તરફથી બુમ આવી છે માટે કટક તૈયાર કરો. તે વખતે પ્રધાને પરિયાણાં અને ભેર દેવરાવીને કટક એકઠું કર્યું. રાજા ચડી નીકળ્યો ત્યારે પ્રધાન પણ ઘરે આવીને સ્ત્રી કને રજા માગી દેરાસર સાથે લઈ રાજા ભેગે ગયે. આગળ જતાં દુ
મન સાથે લડાઈ થઈ અને તેમાં પોતાનો નાદ ય કર્યો અને ઘેર આવવા લાગ્યા. માર્ગમાં આવતાં આ વતાં એક સ્થાનકે ઉતારો કીધું ત્યાં પ્રધાન પુજા કરતો હતો તે જ સમયે વળી તેજ વાળંદ તેડવા આ