________________
૯૬
હતી તેણે આ ચેલાને જોઇને વારાવાનું મન થયું તેથી તે ચેલાને ઘેર તેડી ગઇ ને રાખછાશ આપી. હવે મુલદેવ પણ તેજ વખતે ગામમાંથી ફળ કુલ લઇને પાધરા વિશ્વભર નામના એક પડીતરાજને ત્યાં ગયા અને તેના સન્મુખ ફળ કુલ વગેરે મુકી પગે લાગ્યા અને સ્વપ્નાના વિચાર પ્રગટ કરીને તેનું ફળ પુછવા લાગ્યું. ત્યારે પડીત કહે જો મારી પુત્રીને હાથે વરમાળતુ લે તાજ હુ તને સ્વપ્નાના વિચાર કહ્યું. ત્યારે મુળદેવે તેમને કહ્યું કે મહારાજ મારી નાત જાત તમે જાણ તા નથી તે પુત્રી કેમ પરણવાને માટે કહે છે. ત્યારે પંડીતે કહ્યું કે મેં તમારૂં મુખ જોઇનેજ સર્વ પરિક્ષા કરી લીધી એટલે હવે તે વિષે કાંઇ પણ મારે વિચાર કરવાનું રહ્યું નથી. માત્ર કહું છું કે તું મારી પુત્રી વરમાળ આપે તે ગ્રહણ કર એ માગુ છું. ત્યારે મુલદેવ અણુ બો૯યા રહ્યા. તેથી પંડીતે પુત્રીને બેલાવીને વરમાલ પેહરાવવાને આજ્ઞા આપી એટલે પુત્રીએ વરમાલ મુદેવરાજને આરોપણ કરી દીધી. પછી સ્વપ્નનું ફળ પંડીતે નીરાંતે જણાવ્યુ કે આજથી છઠે દીવસે તું આ નગરીના રાજા થઇશ આ વચન પ્રમાણ કહીને ત્યાંથી તે રાજ કુમાર ઉઠયા અને જયાં તે તલાવની પાળે જે દૈવલમાં રાત્રીએ સુતા હતા ત્યાં આવ્યા ત્યાં રહેતાં છ દીવસે નગરીના રાજા