________________
મુર્ખ છે. પછી
ત્રીજી તાળી દઈને મેં ત્રીજીવાર પણ તેની પરિક્ષા કરી લીધી તે એમ કે હું બારણા વચ્ચે ઊભીને મે કહ્યું કે માંહે પધારો ત્યારે મને ડાબે પાસે મુકીને પેઠે તે વખત મેં દાસીને કહ્યુ કે તે મુરખને કાઢી મુક. આથી તેને દાસીએ કાઢી સુકા અને બીજા પુરૂષને તેડી આવી તે વખતે તે પુરૂષ દાદરે ચડતા પણ ન જણાયા માટે મેં જાણ્યુ કે બુદ્ધિવાળા છે. વળી નાહીને લુગડાં નીચાં મુકાવ્યાં અને છાંટીને પછી પહેર્યાં તેનું કારણ એમ કે દાસીની અત છે અપવિત્ર અને નહાવું તે પવિત્રપણા માટે તેથી છાંટી લીધાં. ત્યારે તેને મેં મહા બુદ્ધિવાન જાછ્યા. ત્યારે મેં કહ્યું કે માંહે પધારો ત્યારે મને જમણા અંગે મુકીને માંહે પેઠા, જે સ્ત્રી હાય તેને ડાબે અંગે મુકવી બાકી માબેન વગેરે બીજી સ્ત્રીઓને જમણે અંગે મુકવી. વળી ઢાલીએ લીંબુ નાખીને બેઠા તે એમ કે સ્રીને ઢોલીએ પુરૂષ ઓશીકા આગળ બેસે અને મા બેનને ખાટલા હાય તા . પગની તરફ બેસે એમ વિચારીને જે તરફથી લીંબુ ન્યું તે કારે થઇને બેઠા. તે વારે હું પણ ઢાલીએ બેઠી અને ફુલના દડા લઇ ઊડાન્યા અને જણાવ્યું કે આ પ્રમાણે જેમ ફુલ કણ કણ માફક જુદાં થયાં જણાય છે તેમજ આ આપણી વાત સવારે ગામમાં પ્રસરી જશે. ત્યારે તેણે