________________
૮૧
એક ફુલના કટકા બે કર્યો અને જણાવ્યું કે મારા કટકા બે કરશે ત્યાં સુધી તે કઈ નહીં જ જાણવા પામે એ તારે ખાત્રી રાખવી. ત્યારે મેં પાનસેપારી અને ઉઢણી આપ્યાં અને તેથી જણાવ્યું કે તું મારે પતી અને હું તારી સ્ત્રી એમ કહીને રજા દીધી. વળી સોનામહેર દુધે ધોઈને બતાવી તેથી એમ જણાવ્યું કે તું અને હું ચેખો અને નિર્મળ મનના છીએ તેથી વાત કહીશ તો હરકત નથી ત્યારે તેણે કહ્યું કે મને મારશે તે એક ચમટી ધુળ ભીંજાશે તો તેને થી શું થયું. ત્યારે વળી તેણે કહેરાવ્યું કે અરે જેમ અડદને લેટ અંદર ઊજલે પણ અડદ ઉપર કાળા હોય છે તેમ આપણે અંદરતો ચોખાં છીએ તેથી વાત કહી દેજે ત્યારે તેણે કહ્યું કે હવે જીવ જતાં આટલીવાર છે ત્યારે શું કરવાને કહ્યું. ત્યારે મેં જાણ્યું કે એ વાત કહેવાને કદીપણ નથી; તેથી મેં મારા પીતાને તમારી પાસે મોકલ્યા; એવાં વચન શ્રીમતીના સાંભળનિ રાજા ઘણેજ પ્રસન્ન થયે, શ્રીમતીને માન સન્માન આપ્યું. આ ઉપરથી તે રાજાએ બંનેને પરણાવ્યાં અને બને સુખ ભોગવીને સદગતી ગામી થયાં. જે રીતે શ્રીમતીએ ભરતાર પરખી લીધે તેમ જૈન ધર્મ પરખી લેશે તે મનુષ્ય સદા સુખ-સ્થા સુખ ભોગવશે.