________________
સન વિશે ભીમસેનની કથા.
અવંતી નામે નગરીમાં શ્રી ભીમસેન નામે રાજા રાજ્ય કરતા હતે. એક સમયે ભીમસેનને દુને તેની ઉપર ચડાઈ કરીને લકર સમેત ચડી આવે, માંહોમાંહે સંગ્રામ થયું, અને અશુભ કર્મના વેગથી ભીમસેન હાર્યો, ત્યારે ભીમસેને મનમાં વિચાર્યું કે, જે જીવતા હઈશું તો ફરીથી રાજ્ય લઈશું. દુઃખદેવતાએ મુકયું તે માનવીનું શું ગજું છે એમ જાણીને મધ્ય રાત્રોને વખતે સુમિત્રા રાણીની સાથે સુમિત્ર કુંવર અને સ્વચ્છમિત્રા પુત્રી એ પ્રમાણે ચારે જીવ કાંઈ ખરચી લઈને કેટની બારી ઊઘાડીને રાજય મુકીને ચાલી નીકળ્યા. વેરીઓએ પ્રભાતે આવીને રાજ્ય સંભાળી લીધું અને ભીમસેન રસ્તે ચાલે જાય છે ત્યારે મનમાં વિચાર આવ્યે.
બ્રિણ ખંડો પિણ વટ, પિણ ખંડ ષિણ લહ, સરવે સરિષા ચંદન, દેવ ન દીધા દિલ, સરખા સ ન સંપજો, દીને પહેલા કે પુઠ, રામ યુધિષ્ટિર નૃપતિ, નલવાનર લંકા લુટ, વાનર લંકા લુટ વહે, હરીચંદ પાણી, ભીમ તણું ભાઈએ, બલ કીચ તાણ, જપે કવી દેપાલ, જુઓ પરમાર્થ પુરૂષા, દીન પહેલાને પુઠ બેં, ન સંપજે સરીખા.