________________
ચાલ્યો અને બેજનું પાધરા રેહીણચળ પર્વત ઉપર ગયા. ત્યાંના રાજાને જઈને પગે લાગ્યા અને તેણે ઉતારો આવે ત્યાં તેઓ ઉતર્યા. હવે એ ઠેકાણે એક ગજ પ4િ એક દીવસમાં ખોદવાથી પાંચ સાત રત્ન નીકળતાં તે એકઠાં કરતા જાય પણ સહુસહુના એકઠાં કરે એમ કરતાં છ માસ થયા ત્યારે કાપડીઓ બે કે કેમ ભીમસેન તારી તણું હવે પુરી થઈ. તે કહે હા, તે વખતે ચે ભાગ રાજાને આપીને બીજા રત્નની ગાંઠડી કરીને બેઉ જણે ગળામાં ઘાલીને ચાલી નીકળ્યા. રસ્તામાં કાપડીઓ કહેવા લાગ્યો કે મારૂં ધન તું જાણે છે અને તારું ધન હું જાણું છું માટે અરથ છે તે અનરથનું મુળ છે માટે એક માર્ગે તું જા અને બીજે માર્ગે હું જાઉં. એમ કહી ભીમસેન એકલે જે માર્ગેથી આવ્યો હતો તે જ માર્ગે ચાલે, અને ચાલતાં ચાલતાં કેટલાક દીવસે સિદ્ધપુરને પાદર વડ નીચે બેઠા હતા ત્યાં આવી પહોંચે. આરામ લેવાને માટે ગાંઠડી ગળામાંથી કાઢી મુખ આગળ મુકીને બેઠે એટલામાં એક વાંદરે આવ્યો તે ગાંઠડી લઈને દેડી ગયે, તેની પાછળ ભીમસેન ઘણએ દેડ પણ વાંદરો કાંઈ હાથે આવે નહીં તેથી પાછો વડતળે આવીને રડતો બેઠે. તેવામાં એક કાપડી આવીને પાસે બેઠે તેણે ભીમસેનને પૂછયું કે ભાઈ શા માટે તું રડે