________________
એમ વિચાર કરતે રસ્તે ચાલ્યા જાય છે. આગળ ચાલતાં કેટલાક દિવસે એક વસંતપુર નગર આવ્યું તે નગરમાં થઈને ચાલતાં મધ્ય ચોટે આવ્યા તેવામાં તે નગરમાં એક જીણદાસ નામે વહેવારીઓ વસતા હતો તેણે તેમને દડા ને વિચાર્યું કે કઈ મોટા માણસ છે પણ દુઃખના માર્યા ચાલ્યા આવે છે. એમ જાણી શેઠ ઊઠીને ઉભા થયા અને હાથ લાંબો કરીને મલ્યા; ઘરે તેડી ગયા અને ઘણી આગતા કરીને પાંચ સાત દીવસ રાખ્યા તેથી ભીમસેને કહ્યું કે, અમને કઈ જગ્યા આપે તે તેમાં રહેવાનું કરીએ. આથી શેઠે એક ઘર આપ્યું તેમાં જઈને રહ્યા. આમ ગાંઠનું ગરથ વટાવીને સુખમાં રહેવા લાગ્યા. બે ત્રણ વરસ વિત્યાં એટલે પાસેનું ધન ખૂટી રહેવા આવ્યું. ત્યારે સ્ત્રીને કહેવા લાગ્યું કે પરદેશ કમાવા જાઉં એમ સ્ત્રી પાસેથી રજા માગી. શેઠને ઘરની વરધી અને સંપણી કરીને એક વરસની મુદતે પરદેશ ચાલે. કર્મ સંગે ભીમસેન જયાં જયાં ગયો ત્યાં કે જગ્યાએ કરીને જેગ બન્યું નહીં એમ ભમતાં વરસ એક વહી ગયું અને લુગડાં લત્તાં હથીઆર સર્વે વેચી ખાઈ દરિદ્રી થઈ પાછા એક વરસે ઘરે આવ્યું. તે વખતે મનમાં વિચાર્યું કે જો રાત પડે તે પાછો રે જાઉં આ વખતે દીવસ બે ચાર ઘડી બાકી રહે.