________________
એ ઘડાવીને પાસે રાખી અને એક ચંદન પણ મંગાવીને પાળી. એક દીવસના સમયે શ્રીદત્ત અરધી રાતે ચંદન લઈને ઘરેથી બહાર ચાલે. જે નીકળે તેજ સિંહદાસના ઘર પછવાડે આવ્યો અને ઘના બે ઉંચે ચડે. ગેખમાં આવ્યો અને જુએ છે તે બાપ દીકરે બેઠા છે તેમાં બાપ ઢોલીયા ઉપર બેઠા છે તેની સામે દીકર નામું લખે છે. આમ થોડી વખત સુધી શ્રી દત્ત જોઈને છુપે ઉભે રહ્યો પણ જ્યારે બાપને કાં આવ્યાં અને સુઈ ગયે ત્યારે દીકરાએ વિચાર્યું છે બાપ સુઈ ગયા અને હું શું કરવાનું જાણું ચાલ જીવ જઈને સુઈ રહીએ એમ કહીને સુઈ જવાને બીજા ઓરડામાં ગયે. પછી શ્રી દત્ત તેની જગ્યાએ ચોપડા પડયા હતા ત્યાં જઈને બેઠે એટલામાં સાહસબુદ્ધિ કોટવાળ-રસ્તે થઈને જાતે હત તેણે ઉપર દી જોઈને કહ્યું કે કોણછેરે! અત્યા રે, શેઠ જાગો છે કે, ત્યારે શ્રીદો ખંખારે કર્યો એટલે કેટવાળે જાયું કે ઘરને ધણી હશે. તેથી ચાલે ગયો. પછી શ્રીદત્તે પાધરો પેટીઓ પાસે જઈને કુચીએ બેસાડી તાળાં ઉધાડયાં અને માંહેથી ઝવેરના દાબડા લઈને પાછું તાળું વાશી દીધું અને કુંચી લઈ ખડકીને રસ્તેથી ઘરે આવ્યો અને દાબડા ઘરમાં મૂકીને પિતાના કામે લાગ્યું. એમ છ મહીના વીતી ગયા