________________
કે તાહરા સાંસાની વાત તું મને કહેતા ખરે. તે સમયે શ્રી દત્ત બે માતાજી વાત કહું અને સસે ટળે નહીં તે શા કામનું તેથી દેવીએ કહ્યું કે જે તારે સંદેહ ન ટળે તે મારે કેલ છે કે તેને મારો નહીં સંદેહ ટળે તોજ તને મારે. એવું વચન આપ્યું ત્યારે શ્રીદત્ત મનમાં હર્ષ પામ્યો. શ્રીદત્ત વાત કહેવા માંડી –એક વટ્ટપલી નામે ગામ છે તે ગામમાં એક બાપદીકરે બે કણબી રહેતા હતા તે કર્મ સંગે બાપ અને દીકરે બે જણા રંડાયા અને બનની સ્ત્રી મરી ગઈ. ત્યારે બે જણા ઘરઘરણું કરવાના વિચારથી બીજે ગામ જવાને નીકળ્યા. આગળ રસ્તે બે ચાર દીવસ ચાલ્યા ગયા ત્યારે એક રૂદ્રાપલી નામે ગામ આવ્યું ત્યાં રાત્રી ગાળીને સવારે ચાલી નીકળ્યા. ત્યારે તેમને સુકન થયાં તેથી બાપ કહે કે દીકરા આ સુકન એમ કહે છે કે આપણા આગળ બે સ્ત્રીઓ ચાલી જાય છે તેમની સાથે આપણે સંબંધ થશે. માટે આપણે આગળથી વરીએ ત્યારે પુત્ર કહે નાના પગવાળી મારી અને મેટા પગવાળી તમારી. એમ વિચાર કરી ચાલ્યા જાય છે તેવા માં આગળ જતાં એકઠા થયા. તે વખતે તેઓ સ્ત્રી પ્રત્યે પુછવા લાગ્યા કે તમે કોણ છો અને કયાં રહે છે તે સ્ત્રીઓએ જવાબ આપે કે અમે રૂદ્રપલીમાં રહીએ છીએ કણબી જાતના છીએ અને મા દીકરીના