________________
પરાધી બિચારા અંગને મારવા શું કરવા લઈ જાય છે. પણ અંગ મનમાં વિચાર કરતો હતું કે પ્રાણ જાય તો ભલે પણ વ્રતને દુષણ કેમ લગાડું? એમ વિચારમાં તે ગછદ્રહમાં ગયા તે વખતે કેટવાળ કહેવા લાગ્યું કે હવે તમારે જે જે સમરવાના હોય તેમને સમરી ૮ એમ કહીને ઢળી પાડ્યા તેથી હીંસકને તે પડતાં માંજ મગરે પ્રાણ લઈ લીધે અને ખંગને તો સાસન દેવીએ તરતજ એક સીંહાસન તે જળમાં રચીને તેના ઉપર ખંગને બેસાડે. માથે છત્ર ધયાં આગળ બત્રીસ બદ્ધ નાટિકા. આ જોઈને કોટવાળ મનમાં મોટું વિસ્મય પામ્યું. રાજાને તેડાવ્યા અને રાજાએ સર્વ મહેચ્છવ દીઠે. રાજાએ ખંગને હેઠે ઉતાર્યો અને ઘણા માન સાથે ઘરે લાવ્યા. ધર્મને પ્રભાવે તે આ ભવે અને પરભવે સુખ પામે.
દેહશ. ધરે ધર્મ મનમાં તમે, ઠરે સુખને કામ; પાપ પુજને પરહરે, તે હરે દુઃખ તમામ.
બુદ્ધિ ઊપર શ્રીદત્તની કથા.
વસંતપુર નામે નગરીને વીશે અજીતસેન નામે રાજા રાજય કરતો હતો. તેને સુબુદ્ધિ નામે પ્રધાન અને સાહસબુદ્ધિ નામે કેટવાળ હતો. તે નગરમાં