________________
૩૦
બળી મરીશ. ત્યારે પ્રધાને વાત પુછી તે કઢારપીંગળે યથાસ્થિત માંડીને કહી. ઘણું કરીને કામી પુરૂષને કશી લાજ હોતી નથી. એ વાત જે તેઓના મનમાં હોય કે અરે ! હુંઆ કેવું દુષ્ટ કામ કરું છું તો તેઓ તરતજ જ્ઞાની થઈ જાય પણ સાધુ પુરૂષને સંગતેમાં વધારે કરીને એવા નીર્લજને જલદીથી સુધારી શકે છે. તે બે શીલવતી નામે સ્ત્રી છે તે જે મને મળે તો હું જીવું; તે સાંભળી પ્રધાને કેલ આવે કે તે તને એક બે મહીનામાં હું મેળવી આપીશ. એમ કહીને દિકરાને મનાવે અને બને એકડા બેશીને જમ્યા. પછી સર્વ સર્વને કામે લાગ્યાં અને પ્રધાનને તો વિચાર થવા લાગ્યા કે હવે ઉપાય શું કર. એજ વિચારમાં પ્રધાન દરબારમાં ગમે ત્યાં રાજાનું માથું બહુજ દુખવા આવેલું હોવાથી પ્રધાનને પુછયું કે આ મારા માથાને કોઈ ઉપાય સુઝતો નથી તે વીશે તું શું કહેવા માગે છે. ત્યારે પ્રધાને એક કપીત વાત રાજાને કહી કે હે રાજાજી, આજ નીમતીઓ મારે ઘરે આવ્યો હતો તેને મેં ખાનપાનાકથી સંતળે ને પુછયું કે મહારાજાને માથે વેગ આવે છે તેનું કાંઈ ઓસડ બતાવ. ત્યારે તેણે કહ્યું કે કંદુકદ્વીપ વીશે કજ૯૫ નામે પંખી છે તે પંખી જે અહી આવે તો સર્વે રાગ જાય, દુઃખ જાય, દુકાળ જાય, અને મરકી પણ જાય.