________________
ગાળો ભાંડવા મંડયે તેથી ચારણ પણ સામે ગાળોને વરસાદ વરસાવવા લાગ્યું. ગાળેમાંથી એક બીજા મારામારી ઉપર આવ્યા અને શેઠ ઉપર તથા ચારણ હેઠ એમ પડયા; ઘડીમાં ચારણ ઉપર અને શેઠ હેઠ એમ લથડંબથર્ડ થયા. ત્યારે ત્યાં ઘણા લેકે તમાસે જેવાને એકઠા થઈ ગયા અને તેમણે માંહે પડીને માંડ માંડ એક બીજાને જુદા પાડયા. આ ઊપરથી ચારણને બહુજ રીસ ચડી ગઈ અને પાધરોજ તળાવની પાળ ઊપર ગમે ત્યાં કેસરી માતાનું દહેજું દીઠું તેમાં પેઠે અને દેવીની સ્તુતિ કરવા લાગ્યું. અન્નપાણી તજી દીધાં અને લાગેટ સાત દિવસ સુધી માતાને તપ કરતા બેઠા તેથી માતા પ્રસન્ન થઈ માતાએ પ્રગટ થઈને તેને વરદાન માગવાને કહ્યું ત્યારે ગઢવી બે કે માતા વરદાન તે ભંડારે રાખે. જેવારે જેવું રૂપ કરવા ધારૂં તેવારે તેવું રૂપ થાય એટલું હું માગું છું. માતા તે આપીને સ્થાનકે ગઈ. ચારણ સુખેથી માતાને દેહેરે દહાડા નિર્ગમન કરવા લાગે અને ખાવાપીવાને ગામમાં જવા લા. એમ કરતાં છ મહીના વીતી ગયા ત્યારે એક દીવસે લાભનંદીના ભાઈને ઘેર વીવાહ હતું તેથી તે લેભનંદીને પરગામથી તેડવા માટે આવ્યું. ત્યારે લોભનંદીએ તેને કહ્યું કે ભાઈ હું નહીં આવી શકું. કારણ કે મારું ઘર રેઢું રહે તે કેમે પાલવે.