________________
૫૩
તરવાને ગમે તે વખતે સંગવી ઉડીને ઉભા થયા ને માંહોમાંહે મળ્યા અને બેઠા. ત્યારે રત્નશા શ્રાવક હાથ જોડીને બોલ્યો કે મહારાજ કાલે મારે ઘરે સંઘ બધા ને તમે જમવા આવજે તેથી સંઘવી બોલ્યા કે માણસ ઘણું છે સવા લાખ તે કુલની ગણત્રી થાય છે તે માટે એ વાતનો સંતોષ રાખો અને આથી રત્નથા શેઠે ઘણા જ આગ્રહ કર્યો અને હા ભણાવી ઘરે આવે. બીજા દીવસને પ્રભાત થે. રત્નશા શ્રાવકે ઉઠીને પુજા કરી. તથા ઢેલીઓ ઢાળીને ડેલી વચ્ચે થઈને સુતો. આમ દીવસ સવા દેઢ પર ચડયે અને સંઘવીએ પિતાના માણસને મેકલીને ખબર કઢાવી. માણસ જોઈને પાછા ગયે અને સંઘવીને ખબર આપી કે ત્યાં તો કઈ પ્રકારને આદર જતો નથી. ત્યારે સંઘવી કહે રાંધવાને આદર કરે એ કોઈ ઘેલા જેવો દેખાતો હતો. એમ કહીને રાંધવાની તૈયારીઓ કરવા માંડી એટલામાં રત્નશા શ્રાવક ઉો અને દેવ પ્રત્યે બકે સ્વામી હું જાઉં છું સંધને તેડવાને માટે તમે સર્વે સામાન તયાર કરજે. એમ કહીને સંઘવી પાસે ગયો અને સર્વેને બોલાવી લાવ્યું. જે વખતે સંધ આવે તે વખતે ત્યાં આગળ સાત બેમી ઘર બહુ વિધના આસન બેસણથી શણગારેલાં જેમાં તેથી રત્ન શ્રાવકનું મન બહુ જ પ્રસન્ન થયું