________________
પાસના કરી તેથી હું હવે સાત પેઢી સુધી તારે ઘરેથી કઈ પણ બીજી જગ્યામાં જવાને ઠીક ધારતે નથી માટે સવારે જઈને સંઘવી પાસેથી દેરાસરના દાબડા લઈ આવ. ત્યારે રત્નશા શ્રાવક કહે કે સ્વામી મેં જે મારા હાથથી આપ્યાં તે હવે હું લેવા કેમ જાઉં ત્યારે તે દેવ કહે કે જે તને તે સંઘવી પાછો દેવાને આવે છે તે તું રાખજે. એમ કહી દેવ અદ્રષ્ય થયા અને પાધરા સંઘવીની પાસે ગયા ને કહ્યું કે અરે સંઘવી તું જાગે છે કે ઉંધે છે ત્યારે સંઘવી કહે કે જાણું છું તમે કેણુ છે ત્યારે દેવ કહે હું દેવતા છું અને તેને કહેવા માટે આવ્યો છું કે તું જે બે દાબડા રત્નશાને ત્યાંથી લાવ્યો છું તે સવારે તેને પાછા આપી આવજે અને તે પછી તારે સંઘ ઉપાડજે એમ કહી ત્યાંથી તે અદ્રષ્ય થઈ ગયે. ત્યારે સંઘવી વિચારમાં પડે કે અરે ! રાંક માણસ પાસે તે રત્ન કેમ રહે એમ વિચારમાંને વિચારમાં સવાર થઈ ગઈ અને સંધવીએ રત્ન શેઠને બે દાબડા પાછા આપ્યા તે રત્ન શેઠે દેરાસર માં પધરાવ્યા અને સુખે ત્રણ કાળ પુજા કરી પિતાનું આયુષ્ય એ શુભ કાર્યમાં પુરૂં કર્યું અને આખર દેવતાનું સુખ પામે.