________________
૪
ચડી ત્યારે શેઠ પણ ઝાડના કોતરમાં જઈને બેઠા. તેની કોઈને ખબર નહતી. ઝાડ ઉપર ચડીને વિજયવંતી વહુએ મંત્ર ભયે અને સરસવ નાખ્યા અને કહ્યું જે રત્ન દ્વીપભણી ઉડજે એટલે ઝાડ ઉડયું અને રત્નદ્વીપમાં જઈને પડયું. વહુઓ સર્વ રમવા ગઈ અને શેઠે તો રત્ન પડયાં દીઠાં તેથી તે વીણવા મંડી પડયા. જાતે લેભી હતા તેથી તે રત્ન લેવામાં પાછા ઝાડ આગલ આવવાનું ભૂલી ગયા. વહુઓ તો પાછી ઉડીને ઘેર આવી હમેશની પેઠે સુઈ ગઈ. સવાર થઈ ત્યારે ઘરમાં શેઠને કોઈ દેખે નહીં અને પુત્રો તે વિચારમાં પડ્યા કે પીતા તે કઈ ઠેકાણે દેખાતા નથી. ત્યારે વહુઓએ તેમને કહ્યું કે તમે સર્વ રેજ ભાભાઇને રીસ કરીને ખીજતા તેથી કંઈ ઠેકાણે જઈને મુઆ અથવા સમુદ્રમાં પડયા હશે. એવી વાત સને સાચી લાગી તેથી શેઠને દાડો પાણી કર્યો અને વિલાસ કરી સુખી થયા તથા સાગર શેઠ અતીભથી આખરે અજાણ્યા દ્વીપમાં દુખ અને શાકથી ભુખને માર્યો આથડીને મરણ પામે.
લભવિષે લોભનદીની કથા.
પૃથ્વિ ભૂષણ નામે નગરમાં પ્રીમિત્ર નામે રાજા હતા, અને તેને બુદ્ધિસારનામે પ્રધાન હતો. તે નગરમાં