________________
ડીને પરદેશનો ખ્યાલખુશાલી જોઈએ. આવી વાત સાંબળીને સર્વેનું ચિત્ત ઘણુંજ પ્રસન્ન થયું અને એક સંપે થઈ અને મધ્યરાત્રીને વિશે જ્યારે સહુસહુના પતી નિદ્રાવશ થયા ત્યારે બહાર નીકળીને વાડામાં એકઠી મળી. તે વાડામાં એક સીમડીનું ઝાડ હતું તેના ઉપર ચડી અને સરસવ મંત્રીને વિનંતીએ ઝાડને છાંટયા એટલે તે ઝાડ ઉડયું અને બીજા દ્વીપમાં ગયું અને ત્યાં સર્વ હસીરમીને રાત્રી ઘડી ચા૨ પાંચ રહી ત્યારે ઘરે આવીને સહુસહુને ઘેર આવીને સુઈ રહી. આ રીતે તે સર્વ રોજ રાત્રીએ આકાશ માર્ગે જઈને પિતાના મનને સુખ મેળવતી હતી. એમ કરતાં કરતાં છ માસ ચાલ્યા ગયા. એક દીવસ સાગર શેઠ જાગતા હતા અને ચારે વહુઓ એકઠી મળીને બહારથી આવતી જોઈને તે મોટા વિચાર સાથે અતી આશ્ચર્યમાં પડયો. અરે ! આશું !! આમોડી રાત્રીના વખતે સ્ત્રી માણસ બહાર તે ક્યાં ગઈ હશે !!! એવા વિચારમાંને વિચારમાં તે રાત્રી તો ચાલી ગઈ અને દીવસ પણ ઊગ્યો. ફરી બીજા દીવસની રાત્રી પડી ત્યારે પણ આ દેખાવ જેવાને માટે તે કપટ નિદ્રા કરીને સુતો. ત્યારે રજની પેઠે ચાર વહુઓ નીકળી અને શેઠ પણ પાછલ છાને છાને ગયે અને ચારે વહુઓ ઝાડ આગલ જઇને તે ઉપર