________________
૨૫
અદત્ત ઉપર શ્રી સુન્નત શેઠની કથા.
પંચાલ દેશમાં સાવથી નામની નગરી છે. ત્યાં મહાસેન રાજા રાજ્ય કરે છે. તે નગરમાં સુત્રત શેઠ રહે છે. તેને ધનાનાં નામની સ્રી છે પણ તે સુત્રતને લીધે દુખથી આજીવીકા ચલાવે છે. એક દીવસે સુત્રત શેઠને સાધુના સંજોગ થયા તેથી ધર્મ ઉપદેશ સાંભળીને ધર્મમાં મન લાગ્યું. ત્યારે અદત્તાદાનનું પચખાણ લીધુ અને ધરે આવ્યા. એ દીવસ પછી એક વખત કલશીએ ભરીને શેઠ જંગલ જવાને ગયા; ત્યાં એક ધનનાભંડાર દીઠા તેથી મનમાં વિચાર્યું; જ્યારે મારાથી લેવાય તેમ હતુ' ત્યારે તેા ન મળ્યા અને આજ તે મારે અદતનું પચખાણ છે એમ વિચાર કરીને ધરે આળ્યે, એવી વાત સ્રી પુરૂષ કરતાં કરતાં રાત્રે બેઠાં છે અને મધ્ય રાત્રીના સમય થવા આવ્યે છે એટલે શેડ કહે કે સ્ત્રી, આજ મેં જંગલને વીશે ધન દીઠું તે આપણા ગામની બહાર એક વેાકળીને કીનારે ભેખડમાં આકડા અને કેરડા જોડે ઉગેલા છે તે ઠેકાણે જોયુ તે ધન જોવામાં આવ્યું. મારે હાલમાં પચખાણ છે. આ વખતે ધર પછવાડે ચાર ઉભા છે તે ચારને સર્વ હકીકત સારી પેઠે સાંભળવામાં આવી. તે ચારાએ વિચાર્યુ કે આ વાત સૈાથી સારી છે.
3