________________
સાંભળી દાસી પાછી આવી. દાસીને એમને એમ પાછી આવેલી જોઈ રાણીએ બીજી યુક્તિ શેધી કહાડી અને તે એકે, પુરોહીત સાથે એવી સરત કીધી કે જે હું હારૂ તો મારા ગળામાને હાર તમને આપું, અને જો તમે હારે તે તમારા હાથમાંની વીંટી લેઉં. એવી સરતથી રમત આગળ ચલાવી. જેમાં પુરોહીત હા. રાણીએ તરતજ તેની વીંટી લીધી અને દાસીને આપી; જે લઈ દાસી ફરીથી પુરોહીતને ઘરે ગઈ અને ત્યાં જઈને તેની સ્ત્રીને કહ્યું કે હે! પુરોહીતાણું, તમારા ધણીએ આ છેલી નીશાણી પોતાના નામ સહીતની વીંટીની આપી છે અને કહ્યું છે કે, “જે મારા પ્રાણની ખપતી હોય તે રત્ન સાત તરત કહાડી આપજો.” વીંટીની નીશાણી જોઈ પુરોહીતની સ્ત્રીને વિચાર ઉપજે કે વાતતો ખરી દીસે છે; એમ ધારી રત્ન સાત તરત દાસીને આપયાં, જે દાસીએ લાવીને રાણીને આપ્યાં. ત્યાર પછી તેની વીંટી પાછી આપી રાણીએ પુરોહીતને જવાને રજા આપી. જ્યારે સાંજે રાજા મહેલે આપે ત્યારે રત્ન સંબંધી તેને સર્વે વાત રાણીએ માંડીને કહી, જે સાંભળી રાજાએ ખુશી થઈ તેની ચતુરાઇના વખાણ ક્યાં. હવે રાજાએ સાત રત્ન પુરોહીતવાળાં અને એક સે ને એક રત્ન પિતાના મળી એક સેને આઠ રત એક થાળીમાં ભરીને બીજે