________________
૧૩
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૧, ૩૨-૩૩-૩૪ વિષયમાં પ્રમાણ કરવું જોઈએ અને તે વસ્તુ દંતકાષ્ઠાદિ છે. દાતણ, દેહનું અભંગન=દેહનું ઉત્તમ દ્રવ્યોથી મર્દન કરવું તેનું ઉદ્વર્તન પછી મજ્જન=સ્નાનની ક્રિયા, વસ્ત્રની સંખ્યા, વિલેપનની સંખ્યા, આભરણની સંખ્યા, પુષ્પ-ફલાદિની સંખ્યા, વિવિધ અશન શયનાદિની સંખ્યા કે ભવનાદિની સંખ્યાનું નિયમન કરવું જોઈએ. જેથી અધિક આરંભ-સમારંભથી ચિત્ત નિવર્તન પામે. વળી, ખાદ્ય વસ્તુમાં પણ ઓદન=ભાત, સૂપ–દાળ, આદિ જે વસ્તુ પોતે ત્યાગ કરી શકે તેમ નથી તેનું સંખ્યામાં નિયમન કરવું જોઈએ અને તેનાથી અધિકનો ત્યાગ કરવો જોઈએ. જેમ આનંદાદિ શ્રાવકો કરતા હતા. જેનાથી અલ્પ આરંભ-સમારંભ કરવામૃત સંવરભાવની પ્રાપ્તિ થાય છે.
વળી કર્મને આશ્રયીને પણ શ્રાવકે મુખ્ય રીતે નિરવદ્યકર્મવાળી પ્રવૃત્તિ કરવી જોઈએ અર્થાત્ સર્વ પ્રકારના વ્યાપારાદિનો પરિહાર કરીને ધર્મપરાયણ રહેવું જોઈએ. તે રીતે જીવવાની શક્તિ ન હોય તો ધનાદિ અર્જન કરવું પડે તેવું હોય તો અત્યંત સાવદ્ય કૃત્યોનું વર્જન કરવું જોઈએ અને વિવેકી પુરુષોથી નિન્દ એવા ક્રય-વિક્રમાદિ કૃત્યનો ત્યાગ કરવો જોઈએ. જે કૃત્યો ધનઅર્જન માટે કરે છે તેમાં પણ પ્રમાણ કરવું જોઈએ. અર્થાત્ આટલા પરિમિત વસ્તુ વિષયક વ્યાપાર કરીશ, અધિક વિષયક નહીં. જે કારણથી શાસ્ત્રમાં કહેવાયું છે. રાંધવાની પ્રવૃત્તિથી, ખાંડવાની પ્રવૃત્તિથી, પીસવાની પ્રવૃત્તિથી, દળવાની પ્રવૃત્તિથી, પકાવવાની પ્રવૃત્તિથી શ્રાવક નિત્ય પરિમાણ કરે; કેમ કે તે સર્વ આરંભની પ્રવૃત્તિમાં અવિરતિકૃત મોટો કર્મબંધ છે. કર્મબંધના નિવારણ માટે શ્રાવક પરિમાણ દ્વારા આરંભનો સંકોચ કરે છે. વળી, આવશ્યકચૂર્ણિમાં પણ કહેવાયું છે –
શ્રાવકના આચાર વિષયક આ સામાચારી છે. ભોજનને આશ્રયીને શ્રાવક ઉત્સર્ગથી પ્રાસુક આહાર ગ્રહણ કરે અર્થાતુ પોતાના માટે કોઈ આહાર ન થયો હોય તેવો નિર્દોષ આહાર ગ્રહણ કરે. તેવી કોઈ વ્યવસ્થા ન હોય તો શ્રાવક અપ્રાસુક પણ સચિત્તના વર્જનપૂર્વક આહાર કરે અર્થાત્ સચિત્ત વસ્તુ વાપરે નહીં અને તેમ કરી શકે તેમ ન હોય તો શ્રાવકે અનંતકાય અને બહુબીજાદિનો પરિહાર કરવો જોઈએ. તે અનંતકાય બહુબીજ વગેરેનો કયા પ્રકારનો પરિહાર કરવો જોઈએ ? જો ખરેખર અચિત્ત વસ્તુ ન પ્રાપ્ત થાય તો ઉત્સર્ગથી ભોજનનો ત્યાગ કરવો જોઈએ અને અચિત્તની પ્રાપ્તિ ન હોય અને ભોજનનો ત્યાગ કરી શકે તેમ ન હોય ત્યારે અપવાદથી અનંતકાય બહુબીજાદિના વર્જનવાળો સચિત્ત આહાર ગ્રહણ કરે અને કર્મને આશ્રયીને શ્રાવક સંપૂર્ણ વ્યાપારાદિની નિવૃત્તિ કરે અને તેમ કરવાથી આજીવિકા થાય તેમ ન હોય તો અત્યંત સાવદ્ય આરંભ-સમારંભનો પરિહાર કરે. આ પ્રકારનું ભોગોપભોગ ગુણવ્રત શ્રાવકને આશ્રયીને છે. I૩૧II
અવતરણિકા :
श्लोकत्रयेण वजनीयानाह - અવતરણિતાર્થ - ત્રણ શ્લોકથી વજનીય=શ્રાવકને વર્જકીય, વસ્તુ કઈ છે? તેને કહે છે –