________________
૧૧
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૧ આવશ્યક સૂત્રના વચનાનુસાર એક વખત જેનો ઉપભોગ થાય તેને ઉપભોગ કહેવાય અથવા જે આહારાદિનો દેહમાં ઉપભોગ થાય છે. તે અંતરુ ઉપભોગ કહેવાય. ત્યાં “ઉપ' શબ્દ “અંત” અર્થમાં છે અને વારંવાર ઉપભોગ થાય તેને પરિભોગ કહેવાય અથવા બહારથી જેનો ઉપભોગ થાય તે પરિભોગ કહેવાય.
તેથી ગ્રંથકારશ્રીએ જે “ભોગનો અર્થ કર્યો છે તે અર્થ “ઉપભોગ' શબ્દથી “આવશ્યકસૂત્ર' અનુસાર ગ્રહણ થાય છે અને ગ્રંથકારશ્રીએ જે ઉપભોગ'નો અર્થ કર્યો છે તે અર્થ “પરિભોગ' શબ્દથી “આવશ્યકસૂત્ર અનુસાર ગ્રહણ થાય છે. ફક્ત આવશ્યકસૂત્ર અનુસાર “અંતર્' અર્થમાં “ઉપ” શબ્દ ગ્રહણ કરીએ ત્યારે અન્ન, તાંબૂલાદિ ઉપભોગ શબ્દથી ગ્રહણ થાય પરંતુ માલ્યાદિનો બહારથી ઉપભોગ થાય છે. તેથી પરિભોગ' શબ્દથી ગ્રહણ થાય.
અહીં પ્રશ્ન થાય કે ઉપભોગનો અર્થ ગ્રંથકારશ્રીએ કર્યો તેના કરતાં અન્ય અર્થ ઉપભોગ શબ્દથી “આવશ્યક સૂત્રમાં કેમ કરાય છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
વ્યાકરણમાં નિયમ પ્રમાણે શબ્દોના અનેક અર્થો થાય છે. તેથી પ્રકૃતમાં ભોગ અર્થમાં ઉપભોગ શબ્દ છે અને “ઉપ” શબ્દના સંબંધથી ભોગ શબ્દનો પરિભોગ અર્થમાં નિરૂઢ લક્ષણો છે. એથી ગ્રંથકારશ્રીએ જે ઉપભોગ કહ્યો છે તેનો અર્થ “પરિભોગ થાય છે. માટે “આવશ્યક સૂત્ર સાથે કોઈ વિરોધ નથી.
ઉપભોગ-પરિભોગ વ્રત” ભોજનને આશ્રયીને અને કર્મને આશ્રયીને બે પ્રકારનું છે. કેમ ઉપભોગ-પરિભોગ વ્રત ભોજન અને કર્મને આશ્રયીને બે પ્રકારનું છે ? તેમાં યુક્તિ બતાવે છે – આસેવનના વિષયને યોગ્ય એવી વસ્તુના વિષયમાં ઉપભોગ-પરિભોગનો વ્યવહાર કરવામાં આવે ત્યારે ભોજનને આશ્રયીને કહેવાય અને ઉપભોગ-પરિભોગને માટે ધનાદિ ઉપાર્જન કરવામાં આવે અને તેના ઉપાયભૂત કૃત્યમાં ભોગપભોગનો ઉપચાર કરવામાં આવે ત્યારે કર્મને આશ્રયીને ઉપભોગપરિભોગ વ્રત કહેવાય. આથી જ ઉપભોગ-પરિભોગવત ગ્રહણ કરનાર શ્રાવક જેમ ઉપભોગ પરિભોગની વસ્તુનું નિયંત્રણ કરે છે તેમ તેના માટે અર્થઉપાર્જનની પ્રવૃત્તિ કરે છે તેમાં પણ સાવદ્ય પ્રવૃત્તિના પરિહારપૂર્વક યત્ન થાય તેના માટે કર્માદાનની પ્રવૃત્તિનો પરિહાર કરે છે.
વળી, ભોજનને આશ્રયીને શ્રાવકે ઉત્સર્ગથી સચિત્તનો પરિહાર કરવો જોઈએ અને પોતાના માટે કોઈ આરંભ-સમારંભ ન થયો હોય તેવા પ્રકારનો જ આહાર વાપરવો જોઈએ.
જેમ વીરપ્રભુ નંદિવર્ધન ભાઈના આગ્રહથી બે વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા ત્યારે કહેલું કે મારા નિમિત્તે કોઈ આહારાદિનો આરંભ કરશો નહિ. તેથી પ્રાસુક અને એષણીય આહારના ભોજનથી તેઓ ગૃહસ્થાવસ્થામાં બે વર્ષ રહ્યા તેમ શ્રાવકે પણ ઉત્સર્ગથી પ્રયત્ન કરવો જોઈએ. તે રીતે જીવન જીવવા માટે સંયોગ ન હોય તો શ્રાવકે સચિત્તનો પરિહાર કરવો જોઈએ અર્થાત્ કોઈ સચિત્ત વસ્તુ ભોજનમાં વાપરવી જોઈએ નહિ. તે પ્રકારની વ્રત ગ્રહણ કરવાની શક્તિ ન હોય અર્થાત્ હજી તે પ્રકારના ત્યાગનું સત્ત્વ પ્રગટ્યું ન હોય તો બહુસાવદ્ય એવાં મદ્ય, માંસ, અનંતકાયાદિનો પરિહાર કરવો જોઈએ. તે સિવાયની જે વસ્તુ આહારમાં ગ્રહણ કરવાની છે તેમાં પ્રત્યેક વસ્તુ કેટલા પ્રમાણમાં ગ્રહણ કરીશ તેનું પરિમાણ કરવું જોઈએ. મિશ્ર વસ્તુ