________________
૧૦
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૧ અતિમલિન, અતિસ્થલ, હસ્ત, સચ્છિદ્ર વસ્ત્રાદિ સામાન્ય વેશ-પરિવર્તનમાં પણ કુચેલત્વ, કૃપણતાદિ, જનઅપવાદ, ઉપહાસનીયતાદિ થાય. આથી પોતાનાં ધન, વય, અવસ્થા, નિવાસ, સ્થાન, કુલાદિને અનુરૂપ વેશ ધારણ કરવો જોઈએ. ઉચિત વેશાદિમાં પણ પ્રમાણનું નિયતપણું કરવું જોઈએ. એ રીતે દંતકાષ્ઠ=દાતણ, અભંગ, તૈલઉદ્વર્તન, મજ્જન=સ્નાન, વસ્ત્ર, વિલેપન, આભરણ, પુષ્પ, ફલ, ધૂપ, આસન, શયન, ભવત આદિના પ્રમાણનું નિયતપણું કરવું જોઈએ. ત્યાગ કરવા અશક્ય એવા ઓદન=ભાત, સૂપ–દાળ, સ્નેહ સ્નિગ્ધ પદાર્થ, શાક, પયા=પાણી, ખંડ, ખાદ્યાદિ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આદિનું વ્યક્તિથી=સંખ્યાથી, પ્રમાણ કરવું જોઈએ. અને શેષ ત્યાજ્ય છે. આનંદ આદિ શ્રાવકની જેમ શ્રાવકે આ કરવું જોઈએ એમ અવય છે.
કર્મથી પણ વ્યાપારાદિ પ્રવૃત્તિથી પણ શ્રાવકે મુખ્યથી વિરવધ કર્મપ્રવૃત્તિવાળા થવું જોઈએ. તેની અશક્તિમાં પણ=નિરવધ કર્મ કરવાની અશક્તિમાં પણ, અત્યંત સાવધ, વિવેકી જતથી નિત્ય એવાં ક્રયવિક્રયાદિ કર્મો વર્જવાં જોઈએ. શેષ કર્મોનું પણ પ્રમાણ કરવું જોઈએ. જે કારણથી કહેવાયું છે -
રાંધવું, ખાંડવું, પીસવું, દળવું, પકાવવું એ વગેરેનું નિત્ય પરિમાણ કરવું જોઈએ. જે કારણથી અવિરતિનો બંધ ગુરુ છે.” (સંબોધ પ્રકરણ, શ્રા. ૭૧).
આવશ્યકચૂણિમાં પણ કહેવાયું છે –
“અને અહીં આ સામાચારી છે. ભોજન આશ્રયીને શ્રાવક ઉત્સર્ગથી પ્રાસુક=પોતાના માટે ન કરાયેલો હોય તેવો નિર્દોષ આહાર વાપરે. તેની અશક્તિ હોતે છતે અપ્રાસુક પણ=પોતાના માટે કરાયેલો આહાર પણ સચિત્તને છોડીને વાપરે. તેની અશક્તિ હોતે છતે અનંતકાય બહુબીજ આદિ પરિહાર કરવા જોઈએ. અને આ અવ્ય છે – ભોજનને આશ્રયીને અશનમાં અનંતકાય આદુ, મૂલાદિ અને માંસ પરિહરે–ત્યાગ કરે. પાનમાં મંસરસગ=માંસના રસનો અને મજ્જાદિકમવાદિનો ત્યાગ કરે. ખાદિમમાં ઉદુંબર, કાઉંબર, વડ, પિપ્પલ, પિલુ, ખુમાદિનો ત્યાગ કરે. સ્વાદિમમાં મધુ આદિનો ત્યાગ કરે. અને અચિત્ત આહાર કરવો જોઈએ. જો ખરેખર અચિત્ત ન હોય તો ઉત્સર્ગથી ભક્ત આહારનું, પચ્ચખાણ કરવું જોઈએ. રહી ન શકે તો અપવાદથી અનંતકાય, બહુબીજને છોડીને સચિત્ત વાપરે. કર્મથી પણ અકર્મવાળા થવું જોઈએઆરંભ-સમારંભની નિવૃત્તિવાળા થવું જોઈએ. તેનાથી અકર્મપણાથી, જીવી ન શકે તો અત્યંત સાવધકર્મોનો પરિહાર કરવો જોઈએ.” (પ્રત્યાખ્યાન આવશ્યક ચૂણિ, ૫. ૨૯૫)
અને આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, આ ભોગપભોગ વ્રત ભોગવવા માટે યોગ્ય એવા વિષયોમાં પરિમાણ કરવાથી વળી, ઈતરમાં વર્જનથી શ્રાવકને તહીં ભોગવવા યોગ્ય પદાર્થોના ત્યાગથી, થાય છે, એ પ્રમાણે પર્યવસિત છે=એ પ્રમાણે ફલિત છે. ૩૧ ભાવાર્થ
શ્રાવકે પોતાની ચિત્તવૃત્તિનું સમાલોચન કરીને જે પ્રકારનો ત્યાગ પોતે કરી શકે, જેનાથી તે પ્રકારની ભોગની ઇચ્છા ઉપર નિયંત્રણ રહે એ પ્રકારે અન્નાદિ ભોગ્ય-પદાર્થોની અને વસ્ત્રાદિ ઉપભોગ્ય પદાર્થોની સંખ્યાનો નિયમ કરવો જોઈએ. જેથી અધિક ભોગ-ઉપભોગમાંથી ચિત્ત નિવર્તન પામે જે બીજું ગુણવ્રત છે. વળી, “આવશ્યક સૂત્ર'માં “ભોગ-ઉપભોગ” શબ્દના બદલે ‘ઉપભોગ-પરિભોગ' શબ્દ કહેલ છે. તેથી