________________
ધર્મસંગ્રહ ભાગ-૩દ્વિતીય અધિકાર | શ્લોક-૩૧ તેની વૃત્તિ=આવશ્યકસૂત્રની વૃત્તિ આ પ્રમાણે છે – “ઉપભોગ કરાય એ ઉપભોગ. ‘ઉપ' શબ્દ એક વખતના અર્થમાં વર્તે છે. સફલ્મોગ=એક વખતનો ભોગ ઉપભોગ છે. અશન-પાનાદિનો ઉપભોગ છે. અથવા આહારાદિનો અન્તર્ભોગ ઉપભોગ છે. ‘ઉપ' શબ્દ અહીં બીજા અર્થમાં, અંતર્વચન છે. પરિભોગ કરાય છે એ પરિભોગ છે. વારંવાર વૃત્તિમાં=વારંવાર પ્રવૃત્તિમાં, 'પરિ' શબ્દ વપરાય છે. વસ્ત્રાદિનો ફરી ફરી ભોગ પરિભોગ છે. અથવા બહિર્ભોગ પરિભોગ છે. વસન=ગૃહ, અલંકારાદિનો પરિભોગ છે. અહીં=બીજા અર્થમાં પરિ' શબ્દ બહિર્વાચક છે. એથી આના વિષયવાળું ઉપભોગ-પરિભોગના વિષયવાળું વ્રત, ઉપભોગ-પરિભોગ વ્રત છે.” (તુલા-આવશ્યક હારિભદ્રીવૃત્તિ. ૫. ૮૨૮-એ).
અને તે પ્રમાણે=આવશ્યકની વૃત્તિ પ્રમાણે, પ્રકૃતિમાં નિપાતોનું અનેક અર્થપણું હોવાથી ઉપભોગ શબ્દ પરિભોગ અર્થવાળો છે અને તેના સમભિવ્યાહારથી=પરિ' શબ્દના સંબંધથી “ભોગ' શબ્દની ઉપભોગમાં નિરૂઢ લક્ષણા છે=અનાદિ કાળથી રૂઢ થયેલી લક્ષણા છે એથી કોઈ વિરોધ નથી=ગ્રંથકારશ્રીએ ભોગોપભોગ કર્યું તેના બદલે આવશ્યકમાં ઉપભોગ-પરિભોગ શબ્દનો પ્રયોગ કર્યો તેમાં કોઈ વિરોધ નથી, એ પ્રમાણે જાણવું. અને આaઉપભોગ-પરિભોગ વ્રત, બે પ્રકારનું છે. ભોજનથી અને કર્મથી. આસેવનના વિષય એવા વસ્તુવિશેષરૂપ ઉપભોગ-પરિભોગનો અને તેના ઉપાર્જનના ઉપાયભૂત કર્મનોઉપભોગ-પરિભોગના ઉપાર્જનના ઉપાયભૂત કૃત્યનો, ઉપચાર હોવાને કારણે ઉપભોગાદિ શબ્દ વાચ્યોનું વ્રત ઉપભોગ-પરિભોગ વ્રત છે. એ પ્રમાણે વ્યુત્પત્તિ છે. ત્યાં=ઉપભોગ પરિભોગના બે ભેદમાં, ભોજનને આશ્રયીને ઉત્સર્ગથી નિરવ આહારભોજન કરનાર શ્રાવકે થવું જોઈએ. કર્મથી પણ પ્રાયઃ નિરવકર્માનુષ્ઠાનયુક્ત શ્રાવકે થવું જોઈએ.
અહીં ઉપભોગ-પરિભોગના બે ભેદમાં, આ= આગળ બતાવે છે એ, ભાવના છે-એ તાત્પર્ય છે– શ્રાવક ઉત્સર્ગથી પ્રાસક એષણીય આહારભોજી થવું જોઈએ=સર્વથા નિર્દોષ પોતાના માટે કરાયેલા આહારથી ભોજન કરવું જોઈએ. તે નહીં હોતે છતે સચિત્તનો પરિહાર કરવો જોઈએ. તેની પણ અશક્તિ હોતે છત=સચિત્ત આહારાદિના ત્યાગની અશક્તિ હોતે છતે, મધ, માંસ અનંતકાયાદિ બહુસાવને વર્જત કરતા એવા શ્રાવકે પ્રત્યેક, મિશ્ર, સચિત્તાદિનું પ્રમાણ કરવું જોઈએ. અને કહેવાયું છે –
નિરવદ્ય આહારથી, નિર્જીવથી, પરિત મિશ્રથી આત્માના અનુસંધાન પર આત્માના હિતની ચિંતા કરનારા, સુશ્રાવકો આવા પ્રકારના થાય છે.” III (સંબોધપ્રકરણ શ્રાદ્ધઅધિકાર ૭૦)
આ રીતે=પૂર્વમાં જેમ આહારના વિષયમાં કહ્યું એ રીતે, ઉત્સવ આદિ વિશેષ વગર અત્યંત ચિત્તની વૃદ્ધિ, ઉન્માદ, જનઅપવાદ આદિ જનક અતિ ઉભટવેશ વાહન અલંકારાદિ પણ શ્રાવક વર્જન કરે. જે કારણથી કહેવાયું છે –
“અતિરોષ, અતિતોષ, અતિહાસ્ય, દુર્જનો સાથે સંવાસ અને અતિઉભટવેશ પાંચે પણ ગુરુને પણ=મોટા માણસને પણ, લઘુ કરે છે.” ૧