________________
શાશ્વત સૌરભ ભાગ-૧
શ્રુત સંપદાઃ અનેકોનું આદાન-પ્રદાન
સિદ્ધહસ્તલેખક પૂ. આચાર્ય શ્રી પૂર્ણચન્દ્રસૂરિશ્વરજી મહારાજ
જૈનધર્મનો વારસો અને વૈભવ જાજરમાન છે. ભૌતિક રીતે જૈનમંદિરોનો કળાવૈભવ અનોખો છે. તેમ આધિભૌતિક રીતે જૈન તત્ત્વજ્ઞાનનો ભંડાર પણ અદ્ભુત છે અને એ શાસ્ત્રોના પ્રચાર-પ્રસારની ચિરંતન ગતિવિધિઓ અદ્ભુત છે. કોઈ પણ ધર્મના સંસ્થાપક દ્વારા માનવજીવનને ઉપકારક અને ઉદ્ધારક તરીકે શાસ્ત્રાર્શીઓ પુરવાર થતી હોય છે, પણ તે મોટે ભાગે એ જ સ્થિતિમાં યથાવત્ રહેલી હોય છે. જ્યારે જૈનધર્મનું તત્ત્વજ્ઞાન, એનાં વિધિવિધાન, એનાં કર્મકાંડ, એનાં સાધના-આરાધનાનાં નીતિનિયમો ૨૪ તીર્થંકરોના કાળ દરમ્યાન સતત પ્રવર્તમાન રહ્યાં છે. એમાં શ્રુતજ્ઞાનપ્રાપ્તિની એક પરંપરાએ ઘણો ભાગ ભજવ્યો છે, તે છે હસ્તલિખિત આરાધના. તીર્થંકર ભગવંતો શાસનની સ્થાપના કરે છે
ત્યારે ગણધર ભગવંતોને ત્રિપદીના રૂપમાં જ્ઞાનનો તેજપુંજ આપે છે. એ પ્રકાશમાં ગણધર ભગવંતો સૂત્રોની રચના કરે છે. સૂત્રોનો અર્થબોધ દેશના સ્વરૂપે મળે છે. આચાર્ય ભગવંતો અને ઉપાધ્યાય ભગવંતો દ્વારા આ શ્રુતજ્ઞાનનો તેજપુંજ લોકોમાં પ્રસરે છે. શ્રુતસંપદાને પામીને પામર જીવ સંયમ, તપ, મોક્ષ, કેવળજ્ઞાનને પામે છે, એટલે કેવળજ્ઞાનની સ્થિતિ પામતાં પહેલાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ જરૂરી બની રહે છે, આટલું બધું શ્રુતજ્ઞાનનું માહાત્મ્ય છે. શ્રુતનાં સર્જન, સંવર્ધન અને સંરક્ષણની પણ આજના કપરા કાળમાં તાતી જરૂર છે, અને હવે પછી બધી રીતે પડતા સમયકાળના ધસમસતા પ્રચંડ પૂરમાં ટકી રહેવાનું બળ પણ આ શ્રુતગંગામાંથી જ મળી રહેશે.
આ અવિરત જ્ઞાનારાધના ચાતુર્માસિક સ્થિરતાથી સતત વિકસતી રહી છે. અન્ય સુવિધાઓ નહોતી, ત્યારે હાથે લખેલું સાહિત્ય જ ઉપલબ્ધ થતું. ચાતુર્માસ એટલે આ જ્ઞાનયજ્ઞનો સમય. શ્રુતસાહિત્યનાં અર્થઘટનો, વિવરણો, વિસ્તરણોનો સમય. આજ સુધીમાં અનેક રીતે સુવર્ણાક્ષરોથી માંડીને વિવિધ મુદ્રણ માધ્યમો અને મુનિઓ દ્વારા શ્રુતસાહિત્ય પ્રસરતું રહ્યું છે.
પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અને સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્રસૂરી રજી મહારાજના સંયમના ૫૧મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે તેઓશ્રીના રાષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂ. પંન્યાસપ્રવર શ્રી યુગચન્દ્રવિજયજી ગણિવર્યના માર્ગદર્શન હેઠળ શ્રુત તરફ ભક્તિ-પ્રીતિનું જાગરણ અભિયાન હાથ ધરાયું. શ્રુત સન્માનયાત્રાનું સમગ્ર મુંબઈને આવરી લેતું અદ્ભુત આયોજન ૨૦૦૭માં થવા પામ્યું. શ્રુતસમ્માનના મહોત્સવો પણ સંપન્ન થયા. ‘કલ્યાણ' સામયિકનો શ્રુત વિશેષાંક સમૃદ્ધ રીતે પ્રગટ થયો, તેમાંથી મહત્ત્વનાં તારણો પ્રસ્તુત લેખન-સંકલનમાં રજૂ થાય છે. પૂ.આ. શ્રી પૂર્ણચન્દ્રસૂરિજી મહારાજની તેજસ્વી કલમે અનેક ગ્રંથોનું સર્જન થયું છે. જ્ઞાનસમૃદ્ધ એવા પ્રજ્ઞાવંત આચાર્ય ભગવંતને અમારી લાખ લાખ વંદનાઓ.
---સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
૮૯
www.jainelibrary.org