________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૫૪૫
: આ. શ્રી જગઔંદ્રસૂરિજી મ.સા.
(ડહેલાવાળા) જન્મ તારીખ : ૧૫-૧-૧૯૬૪/વિ.સં. ૨૦૧૯ મહા સુદ-૧ જન્મસ્થળ : કલકત્તા-બંગાળ જન્મદાત્રી માતા : કંચનબહેન જયવંતલાલ શાહ જન્મદાતા પિતા : જયવંતલાલ અમુલખ શાહ મૂળ વતન : કોલકી (સૌરાષ્ટ્ર) જિ. જામનગર વ્યાવહારિક અભ્યાસ : s.s.c.-CALCUTTA. ભાગવતી પ્રવ્રયા : વિ.સં. ૨૦૩૬, અષાઢ સુદ ૬ વડી દીક્ષા : વિ.સં. ૨૦૩૮, આસો વદ ૬ ભાષાકીય અભ્યાસ : ગુજરાતી-હિન્દી-અંગ્રેજી-સંસ્કૃત-પ્રાકૃત. દાર્શનિક અભ્યાસ : જૈન, બૌદ્ધ, ન્યાય, વૈશેષિક, યોગ, સાંખ્યાદિ. આગમિક અભ્યાસ : સમવાયાંગ સુધીના આગમો. ગણિપદ : વિ.સં. ૨૦૫૨, મહા સુદ પ, કુવાલા B.K. પંન્યાસપદ : વિ.સં. ૨૦૫૪, વૈશાખ સુદ ૬, કુવાલા B.K. આચાર્યપદ : વિ.સં. ૨૦૫૫, માગસર સુદ ૧૦, પાલિતાણા વિચરણ ક્ષેત્ર : ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દીક્ષાદાતા ગુરુદેવ : પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મહારાજા ડહેલાવાળા વડી દીક્ષા દાતા : પૂ.આ. શ્રી રામસૂરીશ્વરજી મ. ડહેલાવાળા ગણિપદ પ્રદાતા : પૂ.આ. શ્રી રામસૂરીશ્વરજી મ. ડહેલાવાળા પંન્યાસપદ પ્રદાતા : પૂ.આ. શ્રી રામસૂરીશ્વરજી મ. ડહેલાવાળા આચાર્યપદ પ્રદાતા : પૂ.આ. શ્રી રામસૂરીશ્વરજી મ. ડહેલાવાળા ૫.પૂ.આ. શ્રીમદ્ વિજય આનંદઘનસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન પૂ. સૂરિમંત્ર તમારાધક, સરસ્વતી કૃપા પ્રાપ્ત પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રદીપચંદ્રસૂરીશ્વરજી
મ.સા. પૂજ્ય ગુરુદેવનો જન્મ અજ્ઞાન અને અંધકારને ચીરવા જેમ તેજ લિસોટો બહાર આવે તે રીતેપોરબંદર (સૌરાષ્ટ્ર) મુકામે તા.
૩૧-૧૨-૧૯૬૧ના રોજ થયો હતો. તેમનું મૂળ વતન ચૂડા (ભેંસાણ) સોરઠની ધન્યધરા અને ત્યાંના જ ખમતીધર પાણી સમાન રત્નકુક્ષિ માતા શ્રીમતી મંજુલાબહેન અને ધર્મનિષ્ઠ પિતા શ્રી ચંપકલાલ સવચંદભાઈ રૂપાણીને ત્યાં જન્મ થયો હતો. અજ્ઞાનરૂપ અંધકારને જાણે ખરેખર ચીરવાનું હોય તેમ તેમનું નામ પણ પાડવામાં આવ્યું ચિ. પ્રદીપકુમાર!
આ ચિ. પ્રદીપકુમાર બાલ્ય સહજ ચપલતાને બદલે નાનપણથી જ શાંત, સૌમ્ય, ગંભીર, ચિંતનશીલ પ્રકૃતિના હતા. કોલેજકાળ દરમ્યાન પણ તે સતત સંસારના સ્વરૂપ ઉપર વિચાર કરતા. ભણવામાં હોંશિયાર એવા તેમણે અનેક સ્પર્ધાઓમાં રાજ્યકક્ષાનાં ઇનામો પણ મેળવ્યાં અને વ્યાવહારિક શિક્ષણ મિકેનિકલ ઇજીનિયરિંગ સુધીનો કર્યો.
કોલેજનું શિક્ષણ પૂરું થતાં અચાનક જ એકાદ વર્ષ બાદ સ્વયં જ તેમનો આતમરામ જાગી ઊઠ્યો અને કુદરતી જ વૈરાગ્યને પ્રાપ્ત કર્યો. આમેય તેમનું વાચન અને મનન અધ્યાત્મ તથા વૈરાગ્યને ઉત્પન્ન કરે તેવા ગ્રંથો પર વિશેષ રહેતું. તેમને થયું આ સંસાર અસાર છે અને મોક્ષપ્રાપ્તિ માટેની આરાધના આ મનુષ્યભવમાં જ થાય તેમ છે અને તેમને અચાનક જ દીક્ષા લેવાનો ભાવ જાગી ગયો.
ગુરુદેવ તરીકે મળી ગયા દીક્ષા ગાંડીવ ધનુષ્ય ટંકારક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રથમ પટ્ટધર પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક પૂજ્યપાદ આગલોક મણિભદ્રવીર મૂલસ્થાનોદ્ધારક, સાબરકાંઠાના સિંહસમાન આચાર્યદેવ શ્રીમદ્ વિજય આનંદઘનસૂરીશ્વરજી મહારાજા.
પરમ ગુરુ અને શિષ્યનું મિલન થયું અને વિ.સં. ૨૦૪૩, વૈશાખ વદ-૬, તા. ૧૮-૫-૧૯૮૭ના શ્રી માણિભદ્રવીર જૈન તીર્થ આગલોડ મુકામે દીક્ષા થઈ. દીક્ષા પ્રદાતા પૂજ્યપાદ સખતીર્થ સ્થાપક આનંદઘનસૂરીશ્વરજી મહારાજા તેમના સ્વહસ્તે જ પ્રદીપમાંથી મુનિશ્રી પ્રદીપચંદ્ર વિજયજી મ.સા. બન્યા. દીક્ષા બાદ જ્ઞાનયજ્ઞ ચાલુ થયો અને સંસ્કૃત કાવ્ય, ન્યાય, આધ્યાત્મિક ગ્રંથો અને જ્યોતિષ વિષયક અભિનવ જ્ઞાનની ટૂંક સમયમાં જ પ્રાપ્તિ કરી લીધી. પૂજ્યશ્રીની વડી દીક્ષા તેમના ગુરુદેવના પરમ ભક્તની વિનંતીથી વિ.સં. ૨૦૪૩ના જેઠ સુદ-૧૦ના જશવંતભાઈ ધામીના ગૃહાંગણે અમદાવાદમાં થઈ.
પૂજ્ય ગુરુદેવની કૃપાથી તેમણે પ્રારંભિક અભ્યાસ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org