________________
૮૦૪
ધન્ય ધરા:
કાબેલિયતના આધારે તેઓ ૧૯૬૮માં થઈને તે વખતે સાથે હતા. ૧૯૭૪ અલગ અલગ થઈને પોતાની પેઢીનો કારોબાર સંભાળીને તેમના જમાઈશ્રી ભીખાલાલ ચૂનીલાલ શાહ સાથે પાર્ટનરશિપમાં દુકાનની શુભ શરૂઆત કરી પેઢીનું નામ દિનેશ એન્ડ કંપની રાખેલ, જે અત્યારે ચાલુ છે.
તેઓશ્રીનું ધર્મમય જીવન હોવાથી તેઓ ધર્મના સુસંસ્કાર, સમતાભાવ, સમાજઉપયોગી, જીવદયા, ધાર્મિક કાર્યોમાં સુંદર સેવા આપી પોતાનું જીવન અલગ શૈલીમાં વિતાવી રહ્યા છે.
શ્રી મહાવીર સ્વામી જૈન મંદિર ચિકપેટ બેંગ્લોર ખાતે શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન કરેલ અને પાઠશાળાના હોલમાં સુંદર યોગદાન આપેલ.
ગાંધીનગર ખાતે ઉપાશ્રયમાં મોટું દાન આપી તેમનું નામ આપેલ હતું અને આયંબિલશાળા તેમના નામથી ચાલે છે. તેમની જગ્યા હતી તે ગાંધીનગર સંઘને ભેટ આપેલ અને પાલિતાણા ખાતે બેંગ્લોર ભવનમાં એક રૂમનો સુંદર લાભ લીધો હતો.
તેઓ નાનાં મોટાં એવાં સુંદર કાર્યોમાં તન, મન, ધનથી સેવા આપી રહ્યા છે.
તેઓશ્રી મહાવીર જૈન શ્વે. મંદિરમાં ટ્રસ્ટી અને શ્રી તારાચંદ ગાંડાલાલ જૈન પાઠશાળામાં ટ્રસ્ટી શ્રી, ગાંધીનગરની અન્ય સંસ્થાઓમાં તેમનો સંપૂર્ણ સહયોગ મળેલ છે.
અન્ય ગુજરાતી સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. દાનનો સઉપયોગ કરવા તત્પર રહે છે. સંકલન :–પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) (બેંગ્લોર)
સૌમ્ય, સરળ, નિરાભિમાની શ્રી જયંતીલાલ નાગરદાસ શાહ-બેંગ્લોર
આર્યતાના આભૂષણથી શોભતી ભારતભૂમિ છે. જે ધન્યધરામાં કણકણની અંદર મણમણ સંસ્કાર ભરેલા છે એવી ગરવી ગુજરાતની બનાસકાંઠા ભૂમિમાં આવેલ ધાનેરા તાલુકામાં આવેલ ખીંમત ગામના વતની નાગરદાસ પદમાભાઈ શાહને ત્યાં જનેતા કેશરબહેનની
કુક્ષિએ તા. ૬-૨-૧૯૩૦ના રોજ શુભ સમયે જયંતીભાઈનો જન્મ થયેલ. તેમના પિતાશ્રી નાગરદાસ ઈ.સ. ૧૯૧૨માં ખીંમતથી પાલનપુર ધંધા માટે આવ્યા અને પછી ઈ.સ. ૧૯૩૪માં મોટીબજારમાં કાપડની દુકાન શરૂ કરી હતી. આ અરસામાં થોડા સમય પછી માતુશ્રી કેશરબહેનનું નિધન થયું.
ઘડિયાળના ચક્રની માફક સમય પાણીના રેલાની જેમ વહી રહ્યો હતો. તેવી જ રીતે જયંતીભાઈની ઉંમર વહી રહી હતી. તેમની ઉંમર યુવાનીમાં આવ્યા પછી તેમણે પાલનપુર શિશુશાળા તથા પાલનપુર હાઇસ્કૂલમાં s.s.c. સુધી સુંદર અભ્યાસ કરીને પ્રવીણતાના શિખરે પહોંચેલ, સાથે સાથે તેમનામાં ધાર્મિક રુચિ હોવાથી તેઓશ્રી પાંચ પ્રતિક્રમણનો સુંદર અભ્યાસ પ્રાપ્ત કરેલ.
તેઓશ્રી ઈ.સ. ૧૯૪૭માં s.s.c. પાસ કરી મદ્રાસ ખાતે ઝવેરાતના ધંધા માટે આવ્યા ને એક વર્ષ નોકરી કરી પછી પોતાની હોંશિયારી, કાબેલિયત, હિંમત, હોંસલાથી પોતાના ઝવેરાતના ધંધામાં બીડું ઝડપ્યું.
ત્યારપછી ઈ.સ.૧૯૫૦માં મદ્રાસથી સ્થળાંતર કરી ગાર્ડન સિટી, બેંગ્લોરમાં આવી ઝવેરાતનો ધંધો ચાલુ કર્યો. જયંતીલાલ એન્ડ કંપનીના નામની પેઢીની શુભ શરૂઆત કરી હતી. ધંધામાં પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા હતા.
ઈ.સ. ૧૯૫૪માં જયંતીભાઈ તેમના માદરે વતનમાં જ શ્રીમતી સુભદ્રાબહેન વલેચંદભાઈ સાથે વૈશાખ સુદ-૧૫ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા. પોતાનો સંસાર ગતિચક્રમાળા મુજબ સુંદર રીતે ચાલી રહ્યો હતો.
ધર્મપત્ની સુભદ્રાબહેનનો સ્વભાવ હસમુખો હતો તેમજ ખાસ વિશેષતા હતી કોઈના માટે કરી છૂટવાની ભાવના, તમન્ના હતી. તેઓ શાસનસેવા, સમાજસેવા, ધાર્મિક સેવા આપી અને સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ બહુ જ સુંદર સેવા અને પ્રેરણા આપતાં તેમજ તેમનો સાથ અને સહકાર જયંતીભાઈને આપતાં હતાં.
ધંધાના વિકાસમાં હિંમતથી આગળ વધવા હંમેશાં પ્રોત્સાહન આપતાં હતાં. તેમના ચાર સંતાનમાં નરેશભાઈ, ગિરીશભાઈ, અતુલભાઈ સુપુત્રો, બહેન દક્ષા પરિવારમાં સંપથી રહી પોતાની કુશળતાપૂર્વક પ્રગતિના પંથે આગળ જવા જયંતીભાઈના માર્ગદર્શન હેઠળ ધંધામાં હરણફાળ ભરી ધંધામાં પ્રગતિની વણથંભી કૂચ શરૂ કરી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org