Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 938
________________ ૯૧૮ ધન્ય ધરા: બેડમિંગ્ટન, લોન ટેનિસ, કેરમ, ટેબલટેનિસમાં અનેકવિધ એવોર્ડ હાંસલ કરેલ. ત્યારથી “યુનિવર્સિટીમાં છે. ગુજરાતના ચેરમેન પદે ૧૯૭૨માં ચૂંટાયા ત્યારથી, “એશિયા ૭૨'થી શ્રી ગણેશ થયા. ચડતી-પડતીનાં કાર્યોમાં આર્થિક ભીંસ અથવા બીજાં વિદનો ગર્ભશ્રીમંતાઈના કારણે આવ્યાં નથી, પરંતુ ઊંચાં સેવાકીય કાર્યો કરતાં વિદનસંતોષીના કારણે વિદનો આવે પણ વાદળ આવીને જતાં રહે તેમ ઓસરાઈ જાય. માંગલિક જીવનની શરૂઆતમાં જ ધાર્મિક સંસ્કારોનું સિંચન, નાની ઉંમરે ઉપધાન તપની આરાધના, તેમના જીવનનું ઉચ્ચતમ પાસું રહ્યું છે અને પિતાશ્રી માઉન્ટ આબુ ખાતે પારિવારિક શિબિર ટૂરનું આયોજન કરતા ત્યારે બે-ચાર કલાક ઉપરાંતના અષ્ટ પ્રકારી પૂજાની એકધારી આધ્યાત્મિકતાની લીંક એમના જીવનનો યાદગાર પ્રસંગ છે. જીવન જીવવાની કલા પરમ પૂજ્ય પિતાશ્રી દ્વારા ઘડવામાં આવી. વિવિધ ક્ષેત્રોમાં “શ્રી જૈન નીતિ-કલ્યાણ મંડળ'ના પ્રમુખપદે જૈન સંઘના પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાનનાં મુખ્ય કાર્યોમાં આગળ પ્રતિભા ઉપસાવતો ભાગ લીધેલ ગ્રંથ બનાવ્યો તે શતાબ્દી ગ્રંથની કમિટીના મુખ્યપદે રહી સંપાદન કરવાનો લાભ મળેલ છે. લાયન્સ ક્લબ ઊંઝાના સભ્ય, સેક્રેટરી, પ્રમુખ અનેકવિધ હોદ્દા ભોગવેલ છે તથા ગુજરાતની ડિ. ૩૨૩ બીમાં નોંધનીય ફાળો રહ્યો છે. –લાયન્સ ડિ–૩૨૩-બીના કેબિનેટના ડિ-ચેરમેન, સાઇટ ફર્સ્ટ કમિટી ચેરમેન તથા નેચરલ કેલેમિટીના ચેરમેન તથા અનેકવિધ હોદ્દાઓ ભોગવ્યા. -શૈક્ષણિક સંસ્થાઓ “શિશુમંદિર’, ‘ઊંઝા કેળવણી બોર્ડ, “જી. એલ. પટેલ હાઇસ્કૂલ', કે. એલ. પટેલ મહિલા સ્કૂલ', ‘નવજીવન કેળવણી મંડળની કારોબારીમાં અવિરત સેવાનું પ્રદાન. -ઊંઝામાં નગરનાં જિમખાના, ગ્રાહક સુરક્ષા સમિતિમાં પ્રદાન. -ગુજરાત અસાઈત સભાના પ્રમુખપદે રહીને અનેકવિધ “નાટ્યસ્પર્ધાઓ', “વક્તત્વશક્તિ ક્ષેત્રે', સ્પર્ધાઓનું આયોજન, ચાઓનું આયોજન, સંગીતશાળા', “નાટ્યજાલકા' વગેરેનાં ઉદ્ઘાટનોમાં પ્રધાન ભૂમિકા. રમતગમત ક્ષેત્રે આગવી સિદ્ધિઓ મેળવેલ છે તથા જિમખાનામાં આગવું પ્રદાન. ૧૯૭૩થી ૨૦૦૧ સુધી અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ “લાયન્સ ક્લબ ઊંઝાના નેજા હેઠળ મુખ્ય ભૂમિકા, ઝોન ચેરમેન, રિજિયન ચેરમેન પદે રહી સમગ્ર ઉત્તર ગુજરાતનાં ગામો ધાનેર, ભાભર સુધી સાબરકાંઠામાં ભીલોડા, પ્રાંતિજ સાથે પ્રેમ અને લાગણીના તંતુથી સૌ મિત્રો સાથે બંધાયેલા છે. અમદાવાદ સિટિમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પ્રદાન. ૧૯૭૭માં સમગ્ર ગુજરાતના ભૂતપૂર્વ ઊર્જામંત્રી શ્રી નલિનભાઈ પટેલની ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સનું આયોજન કરી ચેરમેન પદે રહી, મુખ્યપ્રધાન શ્રી દિલીપભાઈ પરીખની ડિ. ગવર્નરની નિયુક્તિ વખતે આગવું પ્રદાન, ૧૯૭૮માં સમગ્ર ગુજરાતની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઇન્ટરનેશનલ ઇલિનોઇસ ખાતેથી એપ્રિશિયેશન સર્ટિફિકેટથી ઊજમિનિસ્ટર નલિનભાઈ પટેલ દ્વારા નવાજવામાં આવ્યા હતા. સાઇટ ફર્સ્ટની આગવી કામગીરી ચેરમેન પદે રહી કરી. -ઇન્ટરનેશનલનું ‘એમ. જે. એફ.” મેલ્વિન જોન્સ ફેલો તરીકે બિરુદ મેળવ્યું અને સમ્માનિત કરવામાં આવ્યા હતા. અનેકવિધ એવોર્ડો મેળવેલ છે. જીવદયાના કાર્યમાં અનેકવિધ પ્રવૃત્તિઓ તથા બે વર્ષ પહેલાં જ અઠવાડિયામાં બે વખત નિરાધાર કામ કરતા આશ્રિતોને ગામડેગામડે ફરી સુખડી વિતરણના ભગીરથ કાર્યના પ્રણેતા અને મુખ્ય ચેરમેન પદે રહી વિનિયોગ પરિવાર, ડીસા મંડળીના સહયોગમાં રહી ઘાસ વિતરણ તથા ઢોરકેમ્પોનું આયોજન. -પ્રેમચંદ ઈશ્વરલાલ ટ્રસ્ટ દ્વારા અનુદાનથી ઉત્તર ગુજરાતનાં ગામડાંનાં જૂનાં દેરાસરો, ઉપાશ્રયોના જીર્ણોદ્ધારનાં કાર્યોમાં મુખ્ય રહી લણવા ગામનું કાર્ય પૂર્ણ થયેલ છે. -યશોવિજય જૈન પાઠશાળા મહેસાણાના કારોબારી સભ્ય રહી સેવાઓનો અપૂર્વ લાભ મેળવેલ છે. તત્ત્વજ્ઞાનની પરમ સેવા કરવાનો પીડિતોના સંપર્કમાં લાભ શતાબ્દીમહોત્સવમાં પણ સેવાનું પ્રદાન. –નેતૃત્વ શક્તિ માટે સેમિનાર, પર્સનાલિટી ડેવલપમેન્ટ, પ્રતિભા વિકાસ અભિયાનના કો. ઓર્ડિનેટર તરીકે કાર્ય કરેલ છે. પત્ની જયશ્રીબહેન અનેકવિધ તપશ્ચર્યાઓ, ધાર્મિક લાગણીથી ગૂંથાયેલ, કુટુંબ-પરિવારની સાચી ગૃહિણી બની દરેક કાર્યમાં સતત પ્રયત્નશીલ, પ્રેરણારૂપ બનેલ છે. પુત્રો ભાવેશભાઈ અને વિશાલભાઈ ધંધા-વ્યવસાયમાં પ્રવૃત્ત છે. પુત્રી : સેજલબહેન અને ભાઈ ગિરીશભાઈ મોટાભાઈ તરીકેનો અપૂર્વ પ્રેમ, પ્રેરણાદાયી લાગણીઓથી ભીંજવી દઈ પ્રેમનો ધોધ વહાવ્યો છે. Jain Education Intemational www.jainelibrary.org Hammeration For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972