Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 958
________________ ૯૩૮ સ્પષ્ટ વક્તા અને સરળ સ્વભાવે એમના વ્યક્તિત્વને વધારે મોહક બનાવ્યું હતું. ધર્મના રંગે રંગાયેલાં પત્ની હરકુંવરબહેન : જન્મથી માતાએ ગળથૂથીમાં સંસ્કારનું સિંચન કરેલ. લગ્નગ્રંથિથી જોડાયાં—સંસાર રથ ચલાવતાં સાત પુત્રો અને એક પુત્રીને જન્મ આપેલ. એક શીલવતી નારી—આદર્શ શ્રાવિકા તરીકે જીવન જીવી રહ્યાં છે. હરકુંવરબહેનના જીવનમાં શ્રાવકનાં બાર વ્રત, ઉપધાન તપ, શ્રી શત્રુંજય તીર્થમાં ચાતુર્માસ, પાંચસો આયંબિલ, દરેક પર્વતિથિ-અઠ્ઠાઈ તપ, વીસ સ્થાનક તપ, વ૨સી તપ, વર્ધમાન તપ-જપ તેમજ લાખોની સંખ્યામાં નવકારાદિ મંત્રનો જાપ કરેલ. તપ-જપ-ત્યાગ જીવનમાં અદ્વિતીય છે. સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે કચ્છ, કાઠિયાવાડ, સોરઠ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મારવાડ, મેવાડ, મધ્યપ્રદેશ, બિહાર, સમેતશિખરાદિની પંચતીર્થની સ્પર્શના કરી જીવનને ધન્ય બનાવેલ છે. જૈફ ઉંમરે પણ આવશ્યક વિધિ-પરમાત્માની અષ્ટ દ્રવ્યથી પૂજા-ગુરુભક્તિ, વૈયાવચ્ચ પણ અજોડ, સુપાત્રદાન ધર્મારાધના સુંદર કરે છે સાત પુત્રો પૈકી છ પુત્રો વિનયી, સંસ્કારી, કોઈપણ જાતનાં વ્યસન નહીં, જીવન સાદાં-સ્વભાવે સરલ-સાતેય ક્ષેત્રોમાં પોતાના દ્રવ્યનો સુંદર ઉપયોગ કરી રહ્યા છે. શ્રાવકને યોગ્ય અદકેરું જીવન જીવી રહ્યાં. માતા-પિતાની ભક્તિ અદ્ભુત કરે છે. કોઈપણ ક્ષેત્રે તનમન-ધનનો ભોગ આપવા અડીખમ ઊભા રહે છે. પુત્રી વિજયાબહેન પણ એવાં જ સુશીલ-ગુણિયલ છે. સમાજમાં, સંઘમાં આ કુટુંબનો માન-મરતબો સારો છે પરમાત્માની કૃપા ગુરુવર્યોના આશીર્વાદ વરસતા રહે! ધર્મારાધનાના પ્રભાવે કલ્યાણને પામે. આ છે માચિયાળાના માનકુંવરબા વોરા માનકુવરબહેન તલચંદ જન્મભૂમિ : જેતપુર, જૂનાગઢ પાસે કર્મભૂમિ : માચિયાળા-તથા : કલક્તા ધન્ય ધરા રંગે-રંગાયેલ, બાળકોને શિક્ષણ- સંસ્કારાર્થે ગ્રામ્યજીવન છોડી અમરેલી આવેલા! વોરા તલકચંદભાઈ વ્યાપારાર્થે કલકત્તા પહોંચ્યા, ત્યાં વસવાટ કર્યો. પુણ્યોદયે-પુરુષાર્થે બળ આપ્યું. આગળ વધ્યા. સમયનાં વહેણ પસાર થતાં વોરા તલકચંદભાઈએ—અનંતની વાટ પકડી—દેહાવસાન થયું. ત્રણેય પુત્રો ધંધાકીય ક્ષેત્રે કાબેલ. સારું કમાયા. ત્રણેય લગ્નગ્રંથિથી જોડાયા–ત્રણેય પુત્રીઓ શ્વસુરગૃહે છે. મોટાં પુત્રી લગ્ન પહેલાં જ સંસારેથી છૂટી મૃત્યુ પામ્યાં. આ બાજુ માનકુંવરબહેને આધ્યાત્મિકક્ષેત્રમાં ઝંપલાવ્યું, ત્રણેય ઉપધાનતપ, વરસીતપ, વીસસ્થાનકતપ, અઠ્ઠાઈ તપ, પર્વતિથિતપ, સહસ્રકુટતપ, વર્ધમાનતપ તેમજ નાની-મોટી અનેકવિધ તપશ્ચર્યા, સિદ્ધગિરિમાં બે વાર ચાતુર્માસ, પૂર્ણિમાતપ, નવ્વાણું યાત્રાદિ કરેલ. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે મારવાડ, મેવાડ, રાજસ્થાન, બિહાર, સમેતશિખર, પંચતીર્થ–મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની પંચ તીર્થની સ્પર્શના અમરેલીથી જૂનાગઢ પદયાત્રાસંઘમાં પોતાના દ્રવ્યનો સહયોગ—કાયમ એકાસણાંપરમાત્માની ભક્તિ સ્નાત્ર-અષ્ટપ્રકારી પૂજા, ગુરુભક્તિધર્મારાધના જૈફ ઉંમરે કરી રહ્યા છે. Jain Education International લાગટ ૫૦૦ આયંબિલ કરેલ—સમતાભાવે ત્રણેય પુત્રો સાતેય ક્ષેત્રમાં સારો ધનનો વ્યય કરે છે સંસ્કારી-વિનયી છે, પુત્રવધૂઓ પણ એવાં છે. માનકુંવરબહેને કલક્તામાં સ્વદ્રવ્યથી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલ–ઉવસગ્ગહરં તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશભવ કોતરાવેલ. તેમના મોટા પુત્ર, ત્રીજા નંબરના પુત્રે ઉપાશ્રયમાં આલિશાન વ્યાખ્યાન હોલ બંધાવેલ છે—બીજા નંબરના પુત્રે મા ભગવતીજી પદ્માવતી માતાનું ભવ્ય પૂજન સંઘપૂજનાદિ કરાવેલા આ રીતે આખુંય કુટુંબ ધર્મનિષ્ઠ છે. સ્વ. મધુરીબહેન ચિમનલાલ શેઠ પૂ. ગણિવર્યશ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજશ્રીએ એક જગ્યાએ લખ્યું છે કે “માણસની સાચી ઓળખાણ તે કેટલું કમાય છે તેના પરથી નહીં, પણ કમાયેલું કેટલું બચાવીને સદ્ઉપયોગ કરી શકે તેના પરથી જ સંપત્તિમાન કહેવાય છે.’ સદાચાર અને સંસ્કૃતિથી જ માનવી ચારિત્ર્યવાન તરીકે ઓળખાય છે. ધર્મક્રિયા કેટલી કરે છે તેના પરથી નહીં, પણ અંતર પરિણતિ કેટલી વિકસી તેના પરથી જ ગણી શકાય છે. મુંબઈ શાંતાક્રુઝ વેસ્ટમાં રહેતા શ્રી ચિમનભાઈ કે. શેઠનું કુટુંબ અમરેલીના માચીયાળાના વોરા તલકચંદ કાનજીભાઈ. ખેતી-વાડીનો વ્યવસાય, ગ્રામીણ જીવન-પત્ની માનકુંવરબહેન આદર્શ, સુશીલ, સંસ્કારી, ધર્મના નવકારાદિ કરોડો મંત્ર જાપના આરાધક, સંરલ સ્વભાવી સાઘ્વીરત્ના પ.પૂ. પદ્મયશાશ્રીજી મહારાજના ધર્મલાભ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972