Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 961
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૯૪૧ સ્ટેગ્યુ મૂકી પરેશભાઈ પુત્રે ઝણ-સેવાનો પ્રસંગ આજના પુત્રોને બતાવેલ છે. આ ઉદાહરણથી સંઘના સમાજના પુત્રોને જીવનમાં ગુણો ઊતરશે. પ્રભાબહેન સન્નારી અને રત્ન હતાં. તેમનું જીવન નિરાળુ, નિસંગ હતું. બંને પક્ષના કુટુંબ પ્રત્યે લાગણી હતી. જીવન પણ સાદુ હતું. સંસારમાં રહ્યા છતાં નિઃસંગ દશા- પરમાત્માની ભક્તિ અખંડ કરતાં. છેવટ સુધી પોતાનું જીવન નામ સાર્થક કરી ગયા. તેમના આત્માને શાંતિ પ્રાર્થીએ. સંસારપક્ષે તેમના નણંદ (નણંદ મહારાજ) નવકારાદિ કરોડો-કરોડો મગ્ન જાપના આરાધક-સ્વાધ્યાયપ્રેમી સરલ સ્વભાવી-સાધ્વીરત્ના પૂ. પદ્મયશાશ્રીજી મ.સા.ની અવિરત સેવા-વૈયાવચ્ચ કરતા અહોભાવ હતો. ગમે તે આવે તેને પૂછે– “મહારાજ સાહેબને કેમ છે?” માંદગીમાં પણ તેના લાડકવાયા પુત્ર-પરેશભાઈએ-શ્રવણની જેમ યાત્રા-દર્શન-પૂજા કરાવી છે! ધન્ય ધન્ય છે પરેશભાઈને! નવકારાદિ કરોડો-કરોડો મંત્રજાપના આરાધક સ્વાધ્યાયપ્રેમી સરલ સ્વભાવી-સાધ્વી રત્ના પૂ. પદ્મયશાશ્રીજી મ.ના ધર્મલાભ. શ્રીમતી મનહરબહેન કીરીટભાઈ શાહ વિદ્યાનગર સંઘનું એક જાજરમાન નામ. તેમનામાં શ્રી લક્ષ્મી અને સરસ્વતી સાથેનો અતૂટ નાતો. એમનું હૃદય જાણે અમીનો કૂંપો! જંગમ વિદ્યાપીઠ અને રત્નપારખુ કુશળ ઝવેરી. વ્યવહાર કુશળ સંચાલિકા, ઉત્તમ માર્ગદ્રષ્ટા, દૂરંદેશીપણું અને ચકોર સ્ત્રી દાક્ષિણ્ય ધરાવતું વ્યક્તિત્વ. આવું બહુમુખી અને અજોડ વ્યક્તિત્વ ધરાવતાં મનહરબહેન સહુનાં એક પ્રતિભાશાળી વ્યક્તિત્વના માલિક છે. કુશળ ગૃહિણી, મમતામયી માતા, સુશીલ પત્ની, સ્નેહાળ સાસુ અને પ્રેમાળ સખી દરેક પાસામાં ઓપતું એમનું વ્યક્તિત્વ પહેલ પાડેલ હીરા જેવું છે. બાલ્યવયમાં મધ્યમવર્ગી પણ ખાનદાન અને ધર્મિષ્ઠ કુટુંબના ધાર્મિક સંસ્કારોથી તેમનું જીવન ઘડતર થયું. સંસ્કારી માતા-પિતા અને માસી તરફથી ધાર્મિક જ્ઞાન, શ્રદ્ધા અને સંસ્કારનાં બીજ રોપાણાં, જે આજે ફૂલ્યાં ફાલ્યાં. નાનપણમાં જ ધાર્મિક અભ્યાસ પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અર્થ સાથે કરેલાં. વ્યાવહારિક એસ.એસ.સી. પાસ તપસ્યામાં નવપદજીની ઓળી પાંચમ, આઠમ, ચૌદસ, અગિયારશ અને તેરશ તિથિની આરાધના. વિશ સ્થાનક તપ, અક્ષયનિધિ વ. નાનાં નાનાં તપ કરેલ તેમ જ સિદ્ધાચલજીની ૯૯ યાત્રા, સમેતશિખરજી અને ગિરનારજીની યાત્રા કરેલ. સાસરે આવ્યા પછી તેમના પતિ કિરીટભાઈ સાથે ભારતભરનાં તીર્થોની યાત્રા કરેલ છે અને હજી પણ કરે છે. એકસો જેટલાં સ્તવનો કંઠસ્થ છે. અગિયાર વર્ષ સુધી ગવર્નમેન્ટ જોબ કરેલી. સાસુ જયમતિબહેન પણ ખૂબ જ માયાળુ અને ઉચ્ચ વિચારસરણી ધરાવતાં હતાં. તેઓ પણ સર્વિસ કરતા હતાં. આમ તેઓ આગળ વધ્યા. તેમનાં બે પુત્રરત્નો અને બને પુત્રવધૂઓ પણ ખૂબ જ સંસ્કારી અને ડાહી છે. મોટા નીલેશભાઈને પ્લાસ્ટિકની ફેક્ટરી છે અને નાના બ્રિજેશભાઈ ન્યુરોસર્જન છે. આખા ગુજરાતમાં નામાંકિત ડૉક્ટર છે. પતિ કિરીટભાઈ ભાવનગર સંઘના છેલ્લાં ૧૫ વર્ષથી ઉપપ્રમુખ છે અને સમસ્ત સંઘનું સંચાલન તેમની ચાણક્ય બુદ્ધિથી સુપેરે કરે છે. આ રીતે મનહરબહેન ઘરમાં પણ બધી રીતે સુખી છે. શ્રી સરસ્વતી અને સૌંદર્યનો ભાગ્યે જ જોવા મળતો સુભગ સમન્વય તેમનામાં જોવા મળે છે. કોઈ પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે લક્ષ્મી અને સરસ્વતીએ તેમની ઉપર અનરાધાર કૃપા વરસાવી છે. તેઓ ધનવાન નહીં પણ સાચા અર્થમાં લક્ષ્મીવાન છે. સતત સ્વાધ્યાય અને નવું નવું શીખવાનો ઉત્સાહ હજી આજે ૭૦ વર્ષની વયે પણ જાળવી રાખ્યો છે. નાની ધાર્મિક સ્ટોરી ઉપરથી વિસ્તૃત નાટક લખવાં પ્રસંગને અનુરૂપ ગીતો, ગહુંલીઓ જોડીને ગાવી વ.ની કલા, શત્રુંજય તીર્થની ભાવયાત્રા તો તેમની સાંભળવી બધાં બહેનોને ખૂબ જ ગમે, જાણે શત્રુંજય તીર્થ અને આદિનાથદાદાના સાંનિધ્યમાં હોવાનું અનુભવાય. ગુરુ મહારાજ પધારે ત્યારે તેમના જ્ઞાનનો પૂરેપૂરો લાભ લે. સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ દિલ લઈને કરે. તેઓશ્રીને કાંઈ અગવડ ન પડે તેની તકેદારી રાખે. દેરાસર કે ઉપાશ્રયમાં પૂરતું ધ્યાન આપે. આયંબિલ શાળા તેમની દેખરેખ નીચે આજે સમૃદ્ધ બની છે. તેમની રગોમાં “મારું વિદ્યાનગર ” અને શાસન પ્રત્યેનો પ્રેમ વહી રહ્યો હોય તેમ લાગે. તેમની પુણ્યાઈ એટલી કે જે કામ ધારે તે પાર પડે જ અને બધાં જ તેમનો પડ્યો બોલ ઝીલે. ધર્મ પર અતૂટ શ્રદ્ધા અને જૈન દર્શનનો ઊંડો અભ્યાસ. દરેક વ્યક્તિની સંભાળ રાખે. ખબર અંતર પૂછે. નિરાભિમાની સરળ અને સાલસ સ્વભાવ ધરાવતાં મનહરબહેન અને વિદ્યાનગર સંઘ જાણે એકબીજાના પર્યાય બની ગયાં છે. શાસનની શોભા એવાં મનહરબહેન સહુના પ્રેમાળ પથદર્શક, સ્નેહાળ સ્વજન અને વાત્સલ્યના અખૂટ ઝરણા સમાન સંકલન : પ્રવિણાબહેન એમ. શાહ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972