Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 969
________________ જ્યોતિષવિધાના અઠંગ અભ્યાસી જ્યોતિવિંદ પ.પૂ.આ.ભ.શ્રી લલિવસૂરીશ્વરજી મ.સા. જૈનશાસનમાં અનેક મહાપુરુષો થઈ ગયા. તે પૈકીમાંના એક મહાપુરુષ પ.પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરિજી મહારાજ જેમનો જન્મ લવાણા ગામમાં (બનાસકાંઠા) થયો...દીક્ષા નરોડામાં થઈ. આચાર્યપદવી જામનગરમાં થઈ. પરંતુ તેમનું કાર્ય સર્વના માટે પ્રેરણાદાયી હતું. શ્રી લબ્ધિધામતીર્થ સંસ્થાપક સ્વ. પ.પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજા જેઓશ્રી જ્યોતિષશાસ્ત્રના અઠંગ અભ્યાસી તેમજ પ્રકાંડ નિષ્ણાત હતા. તેઓશ્રીએ આરંભસિદ્ધિ જેવા મહાન ગ્રંથનું સંપાદન કર્યું હતું. કોઈપણ શુભકાર્યનું મંગલાચરણ જેના દ્વારા થાય તે સચોટ મુહૂર્તપ્રદાતા તરીકે તેઓશ્રી લોકમુખે ગવાયા હતા. ગુરુદેવશ્રીના મુહર્તપ્રદાનમાં શ્રદ્ધા ધરાવતો બહુ મોટો વર્ગ હતો. જ્યારે જ્યારે સંઘના ટ્રસ્ટીવર્યો ગુરુદેવશ્રી પાસે કોઈ સંઘના શુભકાર્ય માટે મૂહુર્ત લેવા આવતા ત્યારે ગુરુદેવશ્રી કોઈપણ જાતના ગચ્છ, સંપ્રદાય કે તિથિના ભેદથી પર રહી વિના વિલંબે સત્વરે મુહૂર્ત કાઢી આપતા. પૂજ્યશ્રી દ્વારા યશસ્વી શાસનપ્રભાવક કાર્યો થયા છે, જેવા કે..... શ્રી વર્ધમાન જે.મૂ. સંઘ (ઈરાની વાડી કાંદીવલી) માં શ્રી જિનમંદિર અને આરાધનાભવન માટેની ભૂમિ ગુરુદેવશ્રીના આશીર્વાદથી આશ્ચર્યકારીરૂપે પ્રાપ્ત થઈ. જે ઘટના શ્રી સંઘ માટે એતિહાસિક બની ગઈ છે. એ શુભ શરૂઆત એવા શુભમુહુર્તે થઈ કે ત્યારબાદ જિનાલયનું નિર્માણ-પ્રતિષ્ઠા આરાધના ભવન, પાઠશાળા, બેન્ડમંડળ, શ્રાવિકા ઉપાશ્રય વિ.વિ. તેમજ આજસુધી પ્રાયઃ ૨૦ વર્ષથી મહાત્માઓના ચાતુર્માસ શૃંખલાબદ્ધ આરાધનાની શ્રેણીનું સર્જન થયું. વિશ્વનું એકમાત્ર પાસરોવરકારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-શંખેશ્વરે પ.પૂ. ગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પ.પૂ.આ.ભ. શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજા તેમજ પૂ. ગુરુદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાની સહયોગી નિશ્રામાં અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે મુહપ્રદાન. વિલેપાર્લા-મુંબઈ ઉપાશ્રયના નિર્માણમાં પૂજ્યશ્રીના મુહૂર્તથી તે કાર્ય નિર્વિદનપણે સુખદાયીરૂપે પરિપૂર્ણ થયું. ‘‘જ્ઞાનીના બહુમાનથી જ્ઞાનતણા બહુમાન'' એ ઉક્તિએ ભારતભરના તમામ ધાર્મિક પંડિતવર્યો શિક્ષક-શિક્ષિકાઓને શ્રી તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદની સ્થાપનાના માધ્યમે એક તાંતણે બાંધ્યા, જે જિનશાસનનું અજોડ, અદ્વિતીય, આધ અને ઐતિહાસિક અનુમોદનીય કાર્ય થયું. જેની શુભ શરૂઆત સં. ૨૦૪૦ કાંદિવલી-મુંબઈ મુકામે થયેલ. અનેક દિક્ષા-વડી દીક્ષા, ગણિ, પંન્યાસ આચાર્યપદપ્રદાન, યોગોઢહમાં પ્રવેશ, ચાતુર્માસ પ્રવેશ, પ્રથમવિહાર વિ.વિ. તેમજ પરમાત્માની પધરામણી, નગરપ્રવેશ, મંદિરપ્રવેશ, ઉત્થાપન, પુનઃસ્થાપના વિ.વિ. અનેક પાવન પ્રસંગના મુહર્તા. કેટલાય આરાધકો (પૂ. સાધ્વીજી મહારાજો તથા શ્રાવક-શ્રાવિકાઓ) એ મોટી તપશ્ચર્યાઓ ગુરુદેવશ્રી દ્વારા પ્રદત્ત મુહર્તથી નિર્વિપ્ન સહજતાથી પરિપૂર્ણ કરી છે. જેઓ આજે પણ પૂજ્યશ્રીનું નિત્ય સ્મરણ કરે છે. | ‘જાપમાં અગમ્ય’ સંકેત થવાથી પૂજ્યશ્રીના મુહૂર્તાનુસારે પૂર્વે ક્યારેય નજરે નહીં જોયેલી એવી વિરોચન નગરની નિશ્ચિત જગ્યાએથી સંપ્રતિકાલીન પ્રતિમાઓની પ્રાપ્તિ. યોગાનુયોગ કહો કે ‘કુદરત કહો જે ધરતી પર પૂજ્યશ્રીનો અંતિમ સંસ્કાર થયો તે ભૂમિએ નિર્માણ થનાર ગુજરાતનું એકમાત્ર શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાન મંડિત શ્રી લબ્ધિતીર્થે, ખાતમુહૂર્ત, શિલાન્યાસ, બે ઉપાશ્રયોનું ઉદ્ઘાટન, સંપ્રતિકાલીન શ્રી આદિનાથ પરમાત્માનો પુનિત પ્રવેશ પૂજ્યશ્રીના મુહૂર્તથી થયેલ છે. જે પૂજ્યશ્રીના મંગલમુહુર્તની અંતિમકૃતિ છે.... અંતિમ સ્મારક છે. જ્ઞાન અને ક્રિયાના જ્ઞાતા, શાસન અને સંઘવત્સલ, અપ્રમત્તયોગી, પૂજ્યપાદશ્રીનું સચોટ માર્ગદર્શન સુદીર્ઘકાળા સુધી શ્રી સંઘને મળતું રહ્યું. ગુરુદેવશ્રીના આવા ઉન્નત જીવનને નતમસ્તકે કોટિ કોટિ વંદન. ' લેખ—ગુરલબ્ધિકૃપાપાત્ર પંન્યાસ શીલરત્નવિજય. સં. ૨૦૬૪. અંકુર-નારણપુરા, અમદાવાદ, in Education International For Private & Personal use only www.jain library.org

Loading...

Page Navigation
1 ... 967 968 969 970 971 972