Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 960
________________ ૯૪૦ શિવાજીનગર, બુધવાર પેઠ, જૈન પાઠશાળામાં સારું એવું યોગદાન આપેલ છે. વીરવનિતા મંડળના કેન્દ્રનાં પ્રમુખ. વિસાશ્રીમાળી મંડળનાં પ્રમુખ રહી સેવા આપી છે. ધાર્મિક અભ્યાસ ઘણો! પંચપ્રતિક્રમણ-ચાર પ્રકરણ ત્રણ ભાષ્ય. છ કર્મગ્રંથ વૈરાગ્ય શતક, બૃહદ્ સંગ્રહણી, બે સંસ્કૃત બુક વીતરાગ સ્તોત્ર વગેરે. કંઠની માધુરતા-સંગીત સાથે ગાવાની ઝલક અદ્ભુત. પૂ. નાનાં-મોટાં શ્રમણ-શ્રમણીનાં માતા માતૃહૃદયા અનેક પૂજ્ય આચાર્યભગવંતો-મુનિવૃંદ, સાધ્વીજી મ.સા.ના આશીર્વાદ વરસ્યા છે! Jain Education International ધન્ય ધરાઃ પરમાત્માના શાસનની શ્રાવિકારત્ન! પ્રભાકુંવરબહેન નંદલાલભાઈ દેવચંદ શેઠ ગામ-જન્મભૂમિ-છત્રાસા. માતા--સાંકળીબહેન પિતા–વોરા દામોદરભાઈ. બે પુત્રો–ત્રણ પુત્રીઓ વચેટ પ્રભાકુંવર નામ. પૂર્વભવના સંસ્કાર લઈને માતાની કુક્ષિમાં આવ્યાં. જન્મથી જ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના આહ્લાદક ભાવો રગે– રગમાં. બાળપણામાં ધાર્મિક અભ્યાસાર્થે પૂજા-સામાયિકપ્રતિક્રમણ નવકારશી-ચઉવિહાર કરતાં. તપ, જપ–વ્રતનું પાલન પણ યોગ્ય ઉંમરે–જેતપુર-શેઠ દેવચંદ તળશીભાઈના સુપુત્ર શેઠ નંદલાલ દેવચંદ સાથે લગ્નગ્રંથિથી બંધાયાં. શ્વસુરગૃહે આવ્યા છતાં આવશ્યક ક્રિયા-વિધિ ચાલુ જ. વ્યાવહારિક ધાર્મિક શિક્ષણ પ્રજ્ઞાથી સારું મેળવેલ. સંસારસુખ ભોગવતાં ચાર પુત્રો ત્રણ પુત્રીઓને જન્મ આપેલ. જીવનમાં પર્વતિથિઓ-આયંબિલ ઓળી, વીસ સ્થાનક ઓળી, ઉપધાન તપ–વરસી તપ-અટ્ટમઅઠ્ઠાઈ વગેરે કરેલ. સમ્યગ્ જ્ઞાન શુદ્ધિ માટે જ્ઞાનની આરાધના, સમ્યગ્દર્શનશુદ્ધિની આરાધના કચ્છ-કાઠિયાવાડ-ગુજરાતમધ્યપ્રદેશ- રાજસ્થાન–બિહાર-બંગાલ–મહારાષ્ટ્ર દરેક શહેરની પંચતીર્થી તીર્થયાત્રા કરેલ. નિજાનંદમાં રહેનાર-પાકટ ઉંમરે પહોંચ્યા. કોઈ પૂર્વે બાંધેલા અશાતા વેદનીયકર્મોએ ઝપટમાં લીધા. મંજુલાબહેન મનુભાઈ ચિમનલાલ મંજુલાબહેને રાંધેજા નિવાસી મનુભાઈ ચીમનલાલ સાથે લગ્ન કર્યા હતાં. મંજુલાબહેન એવા સુસંસ્કાર લઈને આવ્યાં અને એ સંસ્કાર પોતાના કુટુંબમાં નહીં, અમદાવાદ શાંતિનગર નહીં, પરંતુ જૈનશાસનમાં ગૌરવમય જીવન જીવી સારા જગતને અનુમોદના થાય તેવું જીવન જીવે છે. ફૂલને સુગંધ માટે કોઈને બોલાવવા જવું પડતું નથી. ચોમાસાના પર્યુષણમાં ૫૧મી અઠ્ઠાઈ કરી ખૂબ સુંદર સેવા સાથે સુવાસ ફેલાવી છે. તેમના જીવનની તપસ્યા હેરત પમાડે તેવી છે. ૩ ઉપધાન તપ, ધર્મચક્ર તપ, સમવસરણ તપ, વર્ષીતપ, વીશ સ્થાનક તપ, વર્ધમાન તપની ૬૦ ઓળી, ૧૭ કરોડ નવકારનો જાપ, શ્રાવકનાં બાર વ્રત પ્રાય છૂટા મોઢે કોઈ કારણસર વાપરે છે. પોતાના પતિદેવને પ્રેરણા આપીને અંજનશલાકા રાંધેજામાં ઉપધાન તપ, તારંગા તીર્થે સંઘ અમદાવાદ તારંગાનો છ'રીપાલીત સંઘ તેમ જ ભવ્ય ઉજમણું. તેમના સસરા ચિમનભાઈ ઉત્તમ કોટીની ભાવનાવાળા હતા અને તેમની પ્રેરણા પણ ખૂબ જ હતી. મરણ વખતે દીકરાને કહે– તું આ મકાન અને જે કાંઈ ભોગવે છે અને તેનું પાપ મારે બીજા ભવમાં ભોગવવું પડે માટે તું બંગલા-ફર્નિચરની જે કાંઈ કિંમત થાય તેટલા પૈસા ધર્મમાં વાપરજે. તેમાંથી ચીમનલાલની પાછળ શાંતિનગર, અમદાવાદમાં આયંબિલભવન બનાવ્યું છે. રાંધેજામાં તેમની હોસ્પિટલ, મફત છાશને રોટલા ગરીબ માણસને ચાલુ છે. જીવનમાં તડકોછાંયો આવ્યા કરે છે. ખૂબ સંપત્તિમાં મસ્ત હતા અને હાલમાં પણ મસ્ત જીવન જીવે છે. ધન્ય છે તેઓની અનુમોદનીય તપસ્યાને. નવકારાદિ કરોડો મંત્ર જાપના આરાધક, સરલ સ્વભાવી સાઘ્વીરત્ના પ.પૂ. પદ્મયશાશ્રીજી મહારાજના ધર્મલાભ અમેરિકા-કલકત્તા-મુંબઈ-રાજકોટ-મોરબીના નામાંકિત ડૉ. બોલાવી સારવાર આપતા. હાર્ટએટેક, બી.પી. બીજાં ઘણાં-ઘણાં દર્દી છતાં આવશ્યક ક્રિયા ઘરમાં ઝારી રાખતા. પોતાના સુપુત્રો-મોટી પુત્રી વગેરે પુત્રવધૂઓએ સેવા કરી. પાલિતાણામાં જિનમંદિર બંધાવ્યા બાદ અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે નંદપ્રભા જિનાલયની બાજુમાં ગેસ્ટહાઉસ ધર્મશાળામાં રાખ્યા! માત્ર ચક્ષુ દ્વારા જોવે. તદ્દન પાસે લઈ જાય. ઓળખ આપે પરિવાર-સગાસંબંધિ. પ્રતિષ્ઠાના પ્રસંગના અહેવાલકલ્યાણ અને સન્માર્ગમાં આપેલ. પ્રભાબહેન નામ પ્રમાણે પ્રભા પાથરી-કુટુંબ પરિવારમાં સુવાસ ધર્મની મૂકી ગયાં છે. પાલિતાણામાં જ પોતાના ગૃહાંગણે ઠીક સમય પહેલા દેહાવસાન પામ્યાં! કુટુંબ અને પોતાના પરિવારને છોડી અનંતની વાટે ઊપડ્યા. જિનાલયના પ્રાંગણમાં માત-પિતાના દાદા-દાદીના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972