Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 957
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ જ્ઞાન, ધ્યાન, વપમાં શાળ શણગાર શ્રાવિકારો શુભનિમિત્તો પામીને આત્મા કયારેક એવા દિવ્ય પરાક્રમો ફોરવે છે કે તેમની એક એક પ્રવૃત્તિ અજર અમર બની જાય છે. જૈન શાસનમાં જે શ્રાવકોની અમર ગાથાઓ કંડારાઈ છે તેના પાયામાં માતાઓની ઉચ્ચભાવના જ કામ કરી ગઈ હોય તેમ લાગે છે. આર્યસંસ્કાર અને જૈનત્વને પામેલાં ઘણાં શ્રાવિકારત્નોની ભક્તિભાવના આજે પણ આર્યરક્ષિતની માતા રુદ્ર સોમાની યાદ અપાવે છે. “સંયમ વિના મુક્તિ નથી' એવી પ્રેરકવાણી જૈનાચાર્યોના મુખેથી સાંભળીને પોતાનાં સંતાનોને સંયમ માર્ગે પ્રેરણા આપનાર આ માતાઓનો તીવ્ર ધર્મપ્રેમ જ કારણભૂત બની જાય છે.. જ્ઞાનમાં, તપમાં, ધ્યાનમાં હંમેશાં અગ્રેસર રહેનાર આ શાસનશણગાર શ્રાવિકારત્નોની આંતરિક ગુણસમૃદ્ધિનું વિરાટદર્શન પ્રસંગે પ્રસંગે થતું જ રહ્યું છે. જીવનમાં સરળતા, વ્યવહારકુશળતા અને નિસ્વાર્થ સેવાપરાયણતાને કારણે સૌનાં પ્રીતિપાત્ર બનનારાં, જૈનકુળમાં જન્મેલાં બાળકો આચારવિચારના ઉચ્ચસંસ્કારોથી સુવાસિત બને તેની સતત કાળજી અને જાગૃતિ રાખનારાં એવાં ઘણાં શ્રાવિકા આપણી વંદનાનાં અધિકારી બને છે. આ છે અમરેલીનાં હરકોર ના આદર્શ શ્રાવિકા હરકુંવરબહેન જન્મભૂમિ : જેતપુર, જૂતાગઢ પાસે. કર્મભૂમિ : અમરેલી સૌરાષ્ટ્ર દેશનું વાણિજ્યવેપારથી ધમધમતું અમરેલી શહેર. મહેતા હરગોવિંદદાસ શામજીભાઈ, હુલામણા નામે બાબુભાઈથી ઓળખાય. સાદાગંભીર-અનુભવી-પીઢ-જૈનજૈનેતરના આદરપાત્ર. અમરેલીમાં પ્રતિષ્ઠિત જૈન વણિક કુટુંબમાં જન્મ થયો હતો અને સને ૧૯૭૬ની ૨૦મી નવેમ્બર-૬૮ વર્ષની વયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં, શાંત સ્વસ્થ ચિત્તે, કુટુંબના સર્વ સભ્યોની હાજરીમાં વિદાય લઈ, અંતિમ શ્વાસ લીધા હતા. શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવનાં સ્વામી, અને વહીવટી સૂઝ ધરાવનાર એવા શ્રી મહેતા ત્યાગ અને મોક્ષની સાધના માટે–મહામંત્ર નમસ્કારનું રટણ, જાપ અવારનવાર કરતા હતા. તેઓનાં ધર્મપત્ની શ્રીમતી હરકુંવરબહેનને ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં, તપશ્ચર્યા, જાપ વ. કરવામાં, તેઓની હંમેશાં સંમતિ રહેતી અને સહકાર આપતાં. ધાર્મિક પ્રવૃત્તિ, સમાજનાં જીવનમાં સાદાઈ તેમજ પોતાની જરૂરીયાત બહુજ ઓછી હતી. નાની ઉંમરે પિતાશ્રીના ધંધામાં જોડાયા હતા અને સતત ૫૦-૫૦ વર્ષ સુધી સફળતાપૂર્વક સંચાલન કરી–વેપારની લાંબી કારકિર્દીમાં તેઓશ્રી અમરેલીમાં જ નહીં પરંતુ આજુબાજુનાં ગામોમાં પણ અગ્રેસર રહ્યા હતા. આજે પણ તેઓના પુત્રોએ પિતાશ્રીનો વ્યવસાય ચાલુ રાખીને–તેઓનું નામ જીવંત રાખેલ છે. નાનામોટા વેપારીઓ, ખેડૂતવર્ગને સદાય માર્ગદર્શક, નબળા અને ગરીબના બેલી, કુટુંબ અને સમાજના દરેક પ્રત્યે પ્રેમ અને આત્મીયતા સમજપૂર્વક અને દીર્ઘદૃષ્ટિપૂર્વક કાર્યો કરવાની પદ્ધતિ–4. ગુણોને લીધે તેઓ પ્રથમ હરોળના વેપારી અને કુટુંબ સમાજના વડા તરીકે સફળ રહ્યા હતા. ગમે તેવી ખરાબ-વિષમ પરિસ્થિતિઓમાં અડગ અને નીડર રહી શકતા હતા અને પરિસ્થિતિ એવી સફળતાપૂર્વક પાર કરી દેતા. હંમેશાં હસમુખો-સૌમ્ય અને શાંત ચહેરો, નીડર અને નવકાશદિ જોડો મંત્ર જાપના આગઘા, સરલ સ્વભાવી સાથ્વીરત્ના પ.પૂ. પદ્મયશાશ્રીજી મહારાજના ધર્મલાભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972