Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 937
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૯૧૦ ૧૯૭૨ની સાલમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈએ જ્યારે જેસરની મુલાકાત લીધી ત્યારે દુષ્કાળની પરિસ્થિતિમાં સફળતાપૂર્વક સમસ્યાઓ ઉકેલવાની શ્રી શાંતિલાલ કપૂરચંદ મહેતાની આવડતની પ્રશંસા કરી હતી. તેઓની | ભારતીય જનતા પક્ષના ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ અને ભાવનગર ગ્રામીણ બેન્ક-ભારત સરકારના ડાયરેક્ટરની સેવા જાણીતી છે. તેમણે જેસરમાં મુંબઈ ફંડ એકઠું કરી શ્રી બળવંતરાય મહેતાની સ્મૃતિમાં શાળાનું મકાન બંધાવ્યું. તેમનું ઘડતર ગાંધીવાદી સામાજિક કાર્યકર શ્રી લલ્લુભાઈ શેઠ હેઠળ થયું. તેમણે અનેક સ્વૈચ્છિક અને અર્ધ સરકારી સંસ્થાઓ મહત્ત્વના હોદ્દાઓ પર રહી કામ કર્યું. તેમણે શિક્ષણ પર અનેક કાર્યો કર્યા હતાં. તદુપરાંત જીવદયાને લગતી સખાવતો પણ કરી હતી. ભાવનગર જિલ્લા પંચાયતમાં તેમની સેવાઓ જાણીતી છે. જેસરની નગરપંચાયતમાં વર્ષો સુધી યોગ્ય માર્ગદર્શન અને સક્રિય સેવા આપી બ.ગો. મહેતા વિદ્યાલય-જેસરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અને જીથરી હોસ્પિટલમાં તેમનું યોગદાન નોંધપાત્ર ગણાયું છે. જેસર વિભાગમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની સંસ્થાઓમાં પાયાના કાર્યકર તરીકે તેમનું નામ અને કામ જાણીતું છે. જેસરના વિકાસ માટે, ઊભી કરેલી સંસ્થાઓના નિભાવ માટે બહારથી મોટું ફંડ લાવી આપવામાં તેમનો પુરુષાર્થ નોંધપાત્ર ગણાયો છે. તેમની સેવા બદલ સમાજે, તેમને અનેકવખત સમ્માન્યા છે; અનેક એવોર્ડ પણ તેમણે પ્રાપ્ત કરેલા છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ જૈન ફેડરેશનના સેક્રેટરી તરીકે, ઓલ ઇન્ડિયા જૈન શ્વે. કમિટીના મેમ્બર તરીકે અને જુદી જુદી અનેક ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે તેમની સક્રિય સેવાઓએ તેમને ઘણે ઊંચે આસને બેસાડ્યા છે. ભાવનગર જિલ્લાનું ખરે જ તેઓ ગૌરવ છે. (૧) ભાવનગર જિ.પં. કચેરીમાં જેસર વિસ્તારમાંથી ચૂંટાઈ જિ.પં. સદસ્ય તરીકે જઈ અને હાલ જિ.પં. ભાવનગરમાં કારોબારી સમિતીના ચેરમેન તરીકે સેવા બજાવી રહ્યા છે. જે સ્થાન જિલ્લા પંચાયતમાં ખૂબ જ મહત્ત્વનું અને ઉચ્ચ સ્થાન આવેલ છે. (૨) હાલ ગુજરાત સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે ભાવનગર જિલ્લા જુવીન્યર જસ્ટીસ બોર્ડના મેમ્બર છે, જે સ્થાન મહત્ત્વનું છે કારણ આ (બાળ અદાલત) વિભાગ છે, જેમાં ખૂબ જ ખરી રીતે મહત્ત્વની કામગીરી આવેલી હોય છે. (૩) એનિમલ વેલ્ફર બોર્ડ ચેન્નાઈ (ભારત સરકારશ્રી)ના બોર્ડમેમ્બર તરીકે સેવા આપે છે. (૪) ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ બોર્ડમાં બોર્ડ ઓફ મેમ્બર તરીકે સેવા આપે છે. (૫) ભાવનગર જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે સેવા આપે છે. (૬) શ્રી કે. જે. મહેતા ટી.બી. હોસ્પિટલ અમરગઢમાં સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે સેવા આપે છે. - વર્ષ ૨૦૦૪-૦૫માં ૧લી મે ગુજરાત ગૌરવ દિન પ્રસંગે ભાવનગર ખાતે રાજ્યના માનનીય શ્રી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે ગુજરાત રાજ્યના જીવદયા ક્ષેત્રમાં વિશિષ્ઠ યોગદાન આપેલ હોય તે બદલ શ્રી મહાવીર જીવદયા એવોર્ડ એનાયત કરેલ છે. જે ભાવનગર જિલ્લા અને ઓલ ઇન્ડિયા જૈન સમાજના ગૌરવરૂપ છે. શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ, અમદાવાદમાં પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે જીવદયા ક્ષેત્રમાં ખૂબ જ મહત્ત્વની કામગીરી કરેલ છે અને હાલ ચાલુ છે જે છેલ્લાં ૪૦ વર્ષથી આ સંસ્થામાં છાપરિયાળી પાંજરાપોળમાં જીવદયાની કામગીરી કરી સેવા આપે છે. સેવાના વિવિધ ક્ષેત્રે અગ્રેસર શ્રી શાહ સુરેશભાઈ કાન્તિલાલ વતન : ઊંઝા, ઉત્તર ગુજરાત, જન્મતારીખ : ૧૨-૧૧૯૫૧. સમાજજીવનનાં, હરેક જ્ઞાતિ-જાતિનાં, નગરનાં કાર્યોમાં રસ ધરાવે છે. મુખ્યત્વે સેવાકાર્ય લાયન્સ ક્લબ, ઊંઝાના બેનર નીચે અવર્ણનીય રહ્યું છે. સેવાના ક્ષેત્રે સેવાનાં કાર્યોની વણથંભી વણઝાર ૧૯૭૩થી શરૂ કરી ૨૦૦૧ સુધી અવિરતપણે ચાલુ છે. જીવનની કારકિર્દીના શ્રી ગણેશ કોલેજકાળ દરમ્યાન અસાઈત સાહિત્યસભાનાં મંડાણ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની સાથે કર્યા. કોલેજકાળે સેવા મુખ્ય હેતુ હતો. આર.એસ.એસ., એન.સી.સી. અને રમતગમત શોખના વિષયો હતા. શુટિંગ, Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972