Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 945
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ વર્તમાને સુપુત્રો, પુત્રવધૂઓ, દીકરીઓ, જમાઈઓ, પૌત્ર, દોહિત્રીઓ દરેકના આદરપાત્ર, પ્રીતિપાત્ર બનીને જીવનનો મોટો સમય ગામડામાં ગાળવા છતાં માલણના આ મહોબતીલા માનવી શહેરીજીવનમાં પણ કોઈ મંદિરમાં જ્યોતિનો પ્રકાશ ભળી જાય તેવી સહજ રીતે ભળી ગયા છે. દીકરા ઘેર આવે નહીં ત્યાં સુધી નિદ્રાદેવીનું શરણું સ્વીકારે નહીં, એ જેણે અરિહંતનું શરણ સ્વીકાર્યું હોય-જીવનમાં ધર્મ પચાવ્યો હોય તેના જ દૈનિક જીવનમાં પરિણમવા પામે છે. અનન્ય કુટુંબપ્રેમ અને દરિયાદિલી તેમજ નિઃસ્પૃહી રહેણીકરણી આ બધા તેમના ગુણવિશિષ્ટો છે. મુંબઈમાં વતન છોડીને આવ્યા ત્યારે લેણું માફ કર્યું છે તથા સારી એવી ઘરવખરી પણ ગ્રામજનોને આપતા આવ્યા છે. શરીરની સુખાકારી, સમય અને સંપત્તિની સાનુકૂળતાના સંયોગે કરીને ભારતવર્ષનાં લગભગ દરેક તીર્થોની સ્પર્શના કરવા દ્વારા પુણ્યનું ભાથું બાંધેલ છે. આજેય ૯૪ વર્ષની જૈફ વયે મુંબઈનાં જુદાંજુદાં પરાંઓમાંથી એક દેરાસરનાં દર્શને જવાનો તેઓને નિયમ છે. હંમેશાં વ્યાખ્યાનશ્રવણ, સેવા-પૂજા, જાત્રાપ્રવાસ, ધાર્મિક-વાચન, આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મગ્ન તેમજ તપ-જપાદિમાં રત રહીને તેઓ સદ્વિચારમય જીવન જીવી રહ્યા છે. ધર્માનુરાગી શ્રી રતિલાલભાઈએ આયુષ્યની પળોને પર્વ બનાવીને સૌના સ્નેહાદર જીત્યા છે. તે વર્તમાનયુગમાં સીનિયર સિટિઝનો માટે દિશાસૂચક, પ્રેરણાત્મક, પ્રોત્સાહક ને ઉત્તેજનાત્મક ઘટના છે. સૃષ્ટિના સર્જનહાર ત્રણ ભુવનના નાથ શ્રી અરિહંત પરમાત્મા વટવૃક્ષ સમા, વાત્સલ્યવારિધિ એવા વડીલ મુરબ્બી શ્રી રતિલાલભાઈને સુદીર્ઘ, નિરામય તથા યશકીર્તિરસ્યું શતાયુ બન્ને તેમજ તેઓશ્રી કુટુંબ-પરિવાર તેમજ સમાજ પર જીવનપર્યંત શ્રેય-પ્રેયનાં વારિ સિંચતા રહે તેવી ભાવના-કામના હરકોઈના મનમાં સદાસર્વદા સહજ રીતે રમતી હોય તે નિઃશંક છે. નરેન્દ્રકુમાર ધારશીભાઈ મહેતા મહેતા સાહેબથી અઢારે આલમ ઓળખે. માતા-ધીરજબેન, પિતાધારશીભાઈ, મૂળ વતન ખારચીયા (વાકુંના) જિ. જૂનાગઢ. Jain Education International ત્રણ ભાઈઓ ત્રણ બહેનો. નરેન્દ્રકુમાર ત્રીજો નંબર. બચપણથી અનેક ક્ષેત્રોમાં આજીવન સેવા આપી રહ્યા છે. જીવદયાના પ્રેમી પશુ-પંખીની સેવાના ભેખધારી પરમાત્માની ભક્તિ, સંતોની અનન્ય સેવા કરનાર મહેતા નરેન્દ્રભાઈ (ઉર્ફે બટુકભાઈ) નામ નાનું કામ ઘણું જ મોટું. ૯૨૫ જેતપુર (કાઠીનું) સંઘના સેવાભાવી ને જૂનાગઢ, ધોરાજી, ઉપલેટા, ચિત્તલ, અમરેલી, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, મોરબી, ભાવનગર, પાલિતાણા, અમદાવાદ નાનીમોટી પાંજરાપોળના સેવા સહયોગી નરેન્દ્રભાઈને આશીર્વાદ. સાધ્વી પ્રિયંવદાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સાધ્વીજી પદ્મયશાશ્રીજી મહારાજના ધર્મલાભ. સુશીલાબેન આર. વખારીઆ જેમણે આપ્યું છે અમને જીવન... જેમણે બનાવ્યું છે અમારા જીવનને સંસ્કારોનું ઉપવન.. જેમણે કર્યું છે અમ જીવનમાં સુર્દઢ ભાવનાઓનું સિંચન... જેના પરિણામે આજે બન્યો છે અમ પરિવાર મધુવન... જેમના સતત સ્મરણે રચાઈ રહ્યું છે અમ જીવન કવન.... એવા ઉપકારી માત-પિતાને ચરણે કરીએ શત્ શત્ વંદન... સરળતા, સાદગી, નિખાલસતા, કરુણા આદિ ગુણોથી સુશોભિત એમનું જીવન હતું. જેમણે વાત્સલ્ય અને કરુણાના ટાંકણથી અમારુ જીવનનું ઘડતર કર્યું. પરિવારના સભ્યોના સુખ-દુઃખની ચિંતા તેમને હૈયે વસતી, તેમની ઉપસ્થિતિ અમારી બધી જ વિટંબણાઓ દૂર કરી દેતી. વતન રૂપાલ (સાબરકાંઠા) પ્રત્યે પણ એટલો જ આદરભાવ હતો અને સમાજના કાર્યો પ્રત્યે પણ એટલો જ અપૂર્વ સ્નેહભાવ. પૂજ્ય માતા સુશીલાબાની સાદગી, સાધના અને આરાધનાના કૃત્યોની હારમાળા દૃષ્ટિગોચર થતાં નતમસ્તક થઈ જવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972