Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 942
________________ ૯૨૨ બનાવનાર રત્નત્રયીને મૂડી માનનાર, કુટુંબમાં પણ સંસ્કારોનું વાવેતર કરનાર, ધનવાનની સાથે ગુણવાનનું બિરુદ મેળવનાર, વિરલવ્યક્તિત્વશાળી હરગોવિંદભાઈનાં સુકૃતોની ભૂરી ભૂરી અનુમોદના. તેઓ નિરામય દીર્ધાયુ પામી શાસનસેવા અને માનવસેવા દ્વારા ચારે દિશામાં યશોકીર્તિનાં તોરણો બાંધે અને તેમના ગુણનંદનવનની સુવાસ, કીર્તિ મઘમઘાયમાન બને એ જ અભ્યર્થના. શ્રી હસમુખરાય વનમાળીદાસ મહેતા અનન્ય શ્રદ્ધા અવિશ્રાન્ત પરિશ્રમ પ્રથમ મુંબઈમાં બિલ્ડરોની હરોળમાં સ્થાન પામનાર શ્રી હસમુખભાઈ વી. મહેતા ગોંડલ સૌરાષ્ટ્રના વતની છે, તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. અને ખેડીને તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચક્ષણ વિચારશક્તિ અને કુશળ કાર્યશક્તિથી હાલમાં મુંબઈમાં વર્ધમાન બિલ્ડર્સ અને નિર્વાણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે કાર્યમગ્ન રહ્યા છે. ગોંડલ-સૌરાષ્ટ્રમાં ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે. આધુનિક યુગને અનુરૂપ બાંધકામક્ષેત્રે નૂતન વિકાસની વસંત મહેકે એવી ઉન્નત ભાવનાથી પ્રેરાઈને જે સાહસ કર્યું છે તેમાં સમર્થ વહીવટકર્તા તરીકેનું સ્થાન સંપ્રાપ્ત કર્યું છે. તેમની સાદાઈ, નિયમિતતા, સંયમશીલતા, ઉદારતા જેવા સદ્ગુણોએ તેમને ઘણે ઊંચે આસને બેસાડ્યા છે. સંસ્કાર અને સેવાપરાયણતાના સદ્ગુણોથી શોભતા શ્રી હસમુખભાઈને માંગલિક ધર્મનો વારસો બચપણથી મળેલો એટલે ધાર્મિક આયોજનોમાં મહત્ત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહેલા શ્રી હસમુખભાઈ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ ક્યારેય સેવ્યો નથી. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રેરણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને હંમેશાં નજર સમક્ષ રાખીને કામ કરીને રહ્યા છે. જૈન સંપ્રદાયોનાં બધાં જ સાધુ-સાધ્વીજીઓ તરફનો તેમનો અનન્ય પૂજ્ય ભાવ અને વૈયાવચ્ચ માટે તેમની સેવાપરાયણતાને કારણે કેટલીક સામાજિક સંસ્થાઓમાં સક્રિયપણે રસ લઈ રહ્યા છે. જીવનનાં Jain Education International ધન્ય ધરા સ્વપ્નાંઓ અને કાર્યો માત્ર તરંગી મનોરથોથી નહીં પણ સતત ઉદ્યમ અને પુરુષાર્થથી જ ફળે છે એ સૂત્રાનુસાર તેમની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી છે. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે પહોંચવા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર સમ્માન પામ્યા છે. જિનશાસન અને દેવગુરુ ઉપર અનન્ય શ્રદ્ધાવંત શ્રી હસમુખ-ભાઈ મહેતા ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. શ્રી જશવંત ચિમનલાલ શાહ શ્રી જશવંત ચિમનલાલ શાહનું જન્મસ્થળ માલવણ, તા. દસાડા–જિલ્લો સુરેન્દ્રનગર. તેમના પિતાશ્રી મુંબઈમાં સોનાચાંદી તથા રૂ બજારમાં જાણીતા દલાલ હતા. તેઓનું ૧૯૬૨ના ડિસેમ્બરમાં કાર-અકસ્માતમાં અવસાન થયું. માતાજી હાલમાં અરિહંતશરણ થયાં છે. એક બહેન ચંદ્રાબહેન પરણેલાં છે. તેમનાં પત્નીનું નામ જ્યોત્સનાબહેન છે. ત્રણ પુત્રી અને એક પુત્ર પરેશ જે ૪૮ વર્ષના સોલિસિટર છે. ત્રણ પુત્રીઓ દીપિકાબહેન, કલ્પનાબહેન અને કવિતાબહેન છે. તેમણે શિક્ષણમાં બી.એસ.સી. (કેમેસ્ટ્રી અને બોટની) ૧૯૫૫માં અને એલ.એલ.બી. ૧૯૫૭માં પસાર કર્યું. ૧૯૫૮માં વકીલાતની અને સોલિસિટરની પરીક્ષા ૧૯૬૧માં પસાર કરી. ૧૯૮૨માં લંડનમાં સોલિસિટરની પરીક્ષા પાસ કરી. એપ્રિલ ૧૯૬૪માં મેસર્સ રુસ્તમજી એન્ડ જીરાવાલા, સોલિસિટરની ભાગીદારીમાં દાખલ થયા અને ૧૯૬૬થી ભાગીદારી છોડી અને શાહ એન્ડ સંઘવીની ફર્મ ચાલુ કરી તે આજ સુધી તેઓ હસ્તક ઓફિસ ચાલે છે. ૧૯૬૩થી જ તેમનો પુત્ર પરેશ તેમની સાથે ભાગીદાર તરીકે દાખલ થયેલ છે. તેમની વિશિષ્ટતાઓમાં તેઓ મુંબઈ હાઇકોર્ટમાં વકીલાત કરે છે. અન્ય શોખમાં વાચન, ફોટોગ્રાફી, સંગીત, નાટક અને રમતગમત વગેરેનો શોખ ધરાવે છે. તેઓ મુંબઈમાં વેજિટેરિયન સોસાયટીના સેક્રેટરી છે. તેઓ વેજિટેરિયનના પ્રચારમાં ભાગ લે છે. તેઓ ઇન્ટરનેશનલ વેજિટેરિયન યુનિયનના કમિટિ મેમ્બર છે. ૧૯૮૨થી ૧૯૮૮ તેઓ Regional cordination India Fair For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972