________________
૮૫૦
ધન્ય ધરાઃ
* હમણાં જ અમીયાપુરામાં ઓફિસ બિલ્ડિંગ માટે સેવંતીલાલ
મૂળચંદના નામે મોટી રકમ આપી તથા ધર્મશાળા માટે રસિલાબેન ચંદ્રકાન્ત શાહના નામે રકમ આપી. ખડોલમાં પણ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે સારી રકમ આપી.
હમણાં જ અમીયાપુરમાં ઓફિસ બિલ્ડીંગ માટે સેવંતીલાલ મૂળચંદના નામે મોટી રકમ આપી તથા ધર્મશાળા માટે સરલાબહેન ચન્દ્રકાન્ત શાહના નામે રકમ આપી. ખડોલમાં પણ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે સારી ૨કમ આપી.
આ સિવાય પણ નાનાં મોટાં ફંડફાળામાં તેમનો સહયોગ જૈનજૈનેતર સંસ્થાઓને અહર્નિશ મળતો રહ્યો છે.
શ્રી ચંપકલાલ ગિરધરલાલ વોરા
ઘોઘારી જૈન સમાજે જે કેટલાક દાનવીરો-સામાજિક સેવકોની ભેટ આપી છે તેમાંના એક સરળ ને ઋજુ સ્વભાવના શ્રી ચંપકભાઈ વોરા ઘોઘારી સમાજનું ગૌરવશાળી રત્ન હતાં. મધ્યમ અને સામાન્ય વર્ગના કુટુંબના મોભીનું અકાળે અવસાન થાય ત્યારે કારમાં આઘાતના સમયે વિધવા થનારને સહાનુભૂતિપૂર્વક મુંબઈમાં ફંડ કરી આપવામાં ચંપકભાઈનું મહત્ત્વપૂર્ણ પ્રદાન હતું. એમના ગ્રુપ આગળ ૨૦૦- ૨૫૦ વ્યક્તિનાં નામ હતાં. દરેકને ફક્ત ફોન કરી સૌની એક જ સરખી રકમ લખાવી દેતા અને ટીપેટીપે સરોવર ભરાય એ ન્યાયે સારી એવી રકમ ભેગી કરી દેતાં. આ ઉપરાંત તેઓશ્રી સામાજિક, ધાર્મિક અને કેળવણીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા સારું એવું દાન આપતાં.
જીવનમાં સરળતા-ઉદારતા-ગુરુભક્તિ રૂપે પૂ. નંદિષણવિજય મહારાજ (સાંસારિક ભત્રીજા)ના આશીર્વચનોથી ગુપ્તાનગર અમદાવાદમાં ઉપાશ્રય બંધાવી આપેલ. તેમજ યશોવિજય જૈન ગુરુકુળ પાલિતાણામાં ભવ્ય અતિથિગૃહ બંધાવી આપેલ. તેમજ પોતાના વતનનાં નાનાં બાળકોને માટે પણ સુંદર બાળમંદિર બંધાવેલ. પોતાના વતન નવાગામ (બડેલી) સાથે સાથે પંચતીર્થ યાત્રા રૂપે બબ્બે વખત સંઘયાત્રા કાઢેલ.
એમની વિશેષ પ્રવૃત્તિ સહાયક ટ્રસ્ટને જે ૫00-600 મનીઓર્ડર થતા એનું ફંડ એકઠું કરવાનું કાર્ય હતું. એમનું ગ્રુપ
અલગ પ્રકારે સહાયક ટ્રસ્ટનું ફંડ ભેગું કરતું. આપને ત્યાંના પ્રસંગે ૩-૪ વડીલ વ્યક્તિઓ સહાયક ટ્રસ્ટના ફંડ માટે આવે. આગ્રહભરી વિનંતી કરે. સંસ્થાનો અહેવાલ આપે. પાર્ટી રૂા. ૭૫૦/- આપવાનું કહે એટલે ફરી સમજાવે કે આપ રૂા. ૧,૦૦૦/- આપો તો એની સામે તલકચંદભાઈ (ફાધર) રૂા. ૨૫૦/- આપે અને બધા જ કાર્યકરો પ૧, ૫૧ રૂા. આપે જે ૧૫-૧૭ વ્યક્તિઓ હતી. એટલે રૂા. ૧,000/-ની સામે દરેક વખતે સંસ્થાને બીજાં રૂ!. ૧,000 અંદાજે મળે. આ વાત છે. ૧૯૬૫-૭૫ આસપાસની. આવા આજે કેટલા કાર્યકરો?
ચંપકભાઈનાં ધર્મપત્ની ચંપાબહેનનો નાની ઉંમરમાં દેહવિલય થયેલ. માતા-પિતા બન્નેના સ્વર્ગવાસ પછી એમના લઘુપુત્ર અને અનેક સંસ્થા સાથે સંકળાયેલ જયસુખભાઈ વોરા સમાજસેવાનાં અનેક કાર્ય કરી રહેલ છે. ચંપકભાઈના મોટા પુત્ર વાડીભાઈનું નાની જ વયમાં અવસાન થયેલ.
શ્રી ચંપકલાલ ટી. ખોખર મહેસાણા જિલ્લાના ઊંઝાના વતની છે. છેલ્લાં ઘણાં વર્ષોથી પાલિતાણા શ્રી શેત્રુંજયની છત્રછાયામાં “જંબુદ્વીપ” ધર્મસંકુલના સર્જનમાં પાયાના આરંભથી કાર્યરત છે.
પ.પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજના સાનિધ્યમાં આવ્યા પછી છેલ્લાં સાડત્રીસ વર્ષથી શ્રી નવકારમંત્ર હૈયામાં વસ્યો ને ચિંતન તથા જાપધ્યાનમય ધર્મરંગે રંગાય શ્રી ઊંઝા જૈન મહાજનમાં સારી એવી સેવા આપી રહ્યા છે. તેનાં ઈડર-પાવાપુરીમાં પણ સેવા આપેલ. આંતરિક ધર્મમય ના. હૈયામાં નિખાલસ. દયામય સ્વભાવ. પ્રેમની લાગણી સાથે મનમાં કોઈ મતભેદ રાખ્યા સિવાય નાના-મોટા-શ્રીમંત–ગરીખ સાથે ભેદભાવ વગર ભળી જવું. આજે પણ પોતાના જીવનનો વિશેષ સમય સેવાધર્મ કાર્યોમાં જ પસાર કરી રહ્યા છે.
જયસુખલાલ | ચંપકલાલ વોરા
નવાગામ (બડેલી) નિવાસી–મુંબઈના વેપારી ઘોઘારી સમાજના સંનિષ્ઠ કાર્યકર અને દાનેશ્વરી ચંપકલાલ ગિરધરલાલ વોરાના લઘુપુત્ર જયસુખભાઈ આજે મુંબઈની અનેક સંસ્થા સાથે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org