Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 910
________________ ૮૯૦ એન. વિદ્યાલયના ગૃહપતિ તરીકેની યશસ્વી કામગીરી કરીને વિશાળ જનસમુદાયનો પ્રેમ સંપાદન કર્યો. સાડાત્રણ દાયકા પહેલાં મુંબઈમાં શેઠ શ્રી જીવતલાલ પ્રતાપશીભાઈની લાગણીથી મુંબઈમાં આગમન થયું અને ધાર્મિક શિક્ષણ સંઘમાં જોડાયા, છતાં મુંબઈ-અમદાવાદ બન્ને જગ્યાએ વસવાટ ચાલુ રાખ્યો. મોતી ધરમના કાંટાની પેઢીમાં પણ કેટલોક સમય કામગીરી બજાવી. બિલોરી કાચ જેવું તેમનું સ્વચ્છ હૃદય હંમેશાં સાત્ત્વિક પ્રવૃત્તિઓને ઝંખ્યા કર્યું. નિબંધહરીફાઈ, કાવ્ય સ્પર્ધાઓ, શિક્ષણસંઘની પત્રિકાનું એડિટિંગ, નવકાર અને અન્ય સ્તવનોની કલાકેન્દ્ર દ્વારા રેકોર્ડ ઉતરાવી આધુનિક યુગમાં અતિ ઉપયોગી કેસેટ ઉતરાવવા પ્રેરણાત્મક બન્યા. શિબિરોનું આબાદ રીતે ઓર્ગેનાઇઝિંગ કર્યું. ભારતભરમાં શિબિરોના સ્થાપક હતા, પ્રથમ શિબિર આબુદેલવાડામાં ૧૯૬૨-૬૩માં કરી જેમાંથી કુમારપાળ વિ. શાહ જેવા તેજસ્વી-ચારિત્ર્યશીલ કાર્યકરો તૈયાર થયા તથા પૂ. સાધ્વીજી નિર્મળાશ્રીજીની નિશ્રામાં કન્યાશિબિર શરૂ કરાવી, જેમાંથી અનેક કન્યારત્નો આદર્શ શ્રાવિકા બની શક્યા છે. તેથી કેશુભાઈ શિબિરવાળા કહેવાયા. તેમનું આધ્યાત્મિક ઉત્થાન તેમનાં ધર્મપત્ની તપસ્વી સુશીલાબહેનને આભારી છે. પરિવાર સાથે ભારતના લગભગ બધાં જ તીર્થોની યાત્રાએ જઈ આવ્યા. તેમના પુત્ર રાજેન્દ્રભાઈના ઉત્સાહથી પાલિતાણા સમવસરણ મંદિરમાં અને શંખેશ્વર ૧૦૮ તીર્થમાં, અમદાવાદ, પાલડી-ઓપેરો સોસાયટીમાં ઉપાશ્રય તથા આયંબિલ ખાતામાં સંપત્તિનો સદ્ઉપયોગ પોતાના પરિવાર દ્વારા ઉદારતાથી કરી સારો એવો લાભ લીધો હતો. તેમની નવકાર મંત્ર તથા ચત્તારી મંગલની સમૂહ પ્રાર્થના મુંબઈમાં બહુ ખ્યાતિ પામવાથી તેઓ કેશુભાઈ નવકારવાળા પણ કહેવાયા. વાચન, સંગીતકલા વગેરે શોખથી તેઓનું મન હંમેશાં સોળે કળાએ ખીલેલું જ જોવા મળ્યું છે. શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં તેમણે હમણાં જ જૈનધર્મ ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી કર્યું અને અમદાવાદમાં જાહેર સમ્માન પામ્યા પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી તથા પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.ના તેમના દરેક કામમાં પ્રેરણા અને આશીર્વાદ મળતાં રહ્યાં. શ્રી કેશુભાઈ શિબિરવાલા— નવકારવાળા નામથી જૈન શાસનમાં તેઓ ખૂબ જ ખ્યાતિ Jain Education International ધન્ય ધરા પામ્યા હતા. તેમના પરિવારનાં સભ્યોએ ઉપધાન પણ કરેલાં. તેમનાં પુત્રવધૂ પ્રવીણાબહેન ધાર્મિક શિબિરોનું સંચાલન કરે છે. વ્રત-નિયમમાં આખું કુટુંબ ખૂબ જ ચોક્સાઈપૂર્વક અમલ કરે છે. કુટુંબમાં પુત્ર–પ્રપૌત્ર વગેરે ચોથી પેઢી એક સાથે રહેતા હતા. એમના વકીલાતના અભ્યાસ અને અનુભવનો લાભ અનેક સંસ્થાઓને માર્ગદર્શનરૂપે મળેલો છે. ખાસ કરીને પબ્લિક ટ્રસ્ટ એક્ટ અંગેની અપીલનું કામ તેમણે દિલ્હી સુપ્રિમ કોર્ટ સુધી ૧૯૫૪થી ૧૯૫૮ સુધી કર્યું તથા ‘અંતરિક્ષની તીર્થ’ના સંદર્ભમાં નાગપુર અને દિલ્હીની હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટ સુધી લડત આપેલી છે. કેશુભાઈના જીવનની સફળતામાં તેમના પરિવારનો ખૂબ ખૂબ સહકાર રહેલો છે. તેમનાં ધર્મપત્ની સુશીલાબહેન એક સહનશીલ ધર્મ-આરાધનાને વરેલ અને સરળ સ્વભાવી પતિપરાયણ વંદનીય વ્યક્તિ છે. તેમના પરિવારમાં પુત્ર રાજેન્દ્રકુમાર અને પુત્રી છાયાબહેન પછી પૌત્ર-પૌત્રીઓનો વિશાળ સંસ્કારી સભ્યોનો સમાવેશ ગણાવી શકાય. વાલકેશ્વરમાં તેમના ફ્લેટમાં ઘર-દેરાસરની હાજરીને લીધે આજની પેઢી સુધીનો સમસ્ત પરિવાર આરાધનામય સંસ્કારમાં ઊછરેલો છે. શ્રી કેશુભાઈએ ઉપરનું કોઈપણ કામ ન કર્યું હોત કે કોઈપણ સિદ્ધિ જીવનમાં પ્રાપ્ત ન કરી હોત તો પણ એમને તીર્થંકર નામકર્મ બંધાવે એવું જબરજસ્ત સાહસભર્યું કામ જે કર્યું છે તે માટે અમદાવાદનો જૈન સંઘ તેમને હંમેશાં યાદ રાખશે. અમદાવાદનાં કોમી તોફાનો અને કરફ્યુના દિવસોમાં મુસ્લિમ વિસ્તારોમાં આવેલા જમાલપુરના જૈન દેરાસરોની પ્રતિમાઓને ત્યાંથી મિત્રોની સહાય લઈને ખસેડીને નદીપારના સુરક્ષિત વિસ્તારમાં લાવી જિનમંદિર-જિન પ્રતિમાઓની સુરક્ષા એકલે હાથે મિલિટરીની મદદથી જે કરી છે તે માટે એમની ધર્મરક્ષા માટેની હિંમત પ્રશંસનીય છે, અનુમોદનીય છે. આજ સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ'માં બધા ભગવાન પ્રતિષ્ઠાપૂર્વક બિરાજમાન છે અને આજે પૂ.આ. શ્રી રાજ્યસૂરીશ્વરજી મ.સાહેબની નિશ્રામાં નૂતન ૨૪ જિનેશ્વરોના જિનાલયનું નિર્માણ થયું. શ્રી કેશુભાઈ જૈનસમાજનું ગૌરવ હતા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972