________________
શાશ્વત સૌરભ ભાગ-૧
અને હાઇસ્કૂલની સ્થાપના કરાવીને બાળકોનાં ઘડતરમાં મહામૂલું પ્રદાન કર્યું છે. મનના વિકાસ માટે શિક્ષણસંસ્થા છે તો તનના વિકાસ માટે ને તંદુરસ્તીના રક્ષણ માટે હોસ્પિટલ માટે ઉદારતાથી દાન આપીને રામપુરા-ભંડોકા ગામમાં સૌ કોઈની શુભભાવનાઓ પ્રાપ્ત કરી શક્યા છે.
સુરેન્દ્રનગરમાં હાઇસ્કૂલ, બોર્ડિંગ અને બી.એડ. કોલેજની સ્થાપના કરાવીને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે એમની સંપત્તિનો સર્વ્યય થયો છે. વિરમગામમાં ઓર્થોપેડિક હોસ્પિટલ અને માંડલ જેવા નાના ગામમાં પેથોલોજિકલ લેબોરેટરીની સ્થાપના કરીને ચિકિત્સા માટે સુવિધા લોકોને પ્રાપ્ત થઈ છે તેમાં પણ જો કોઈનું યોગદાન હોય તો ચિનુભાઈનું. આ બધી સંસ્થાઓમાં ચેરમેનપદ સંભાળીને તેના વિકાસ માટે તેઓશ્રી સંપત્તિને સમય અને શક્તિનો પણ ભોગ આપ્યો છે. એમની સેવાનું ક્ષેત્ર વહાલસોયા વતનથી વિસ્તાર પામીને જન્મસ્થળની આજુબાજુના વિસ્તાર ઉપરાંત મુંબઈમાં પણ વિસ્તાર પામ્યું છે.
શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂ.પૂ. ફાઉન્ડેશન, સર્વોદય મેડિકલ સોસાયટી, સહયોગ ટ્રસ્ટ, મંજુલાબહેન ચિનુભાઈ શાહ ટ્રસ્ટ, માનવમંદિર ટ્રસ્ટ, ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય, મહેતા જૈન બોર્ડિંગ, શ્રી ઝાલાવાડ જૈન મૂ. સંઘ, મહાવીર સેવા કેન્દ્ર, મહાવીર હાર્ટ ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર જેવી સંસ્થાઓના સક્રિય કાર્યકર્તા છે. આ સંસ્થાઓની યાદી ઉપરથી ખ્યાલ આવે છે કે એમની સેવાપ્રવૃત્તિના પાયામાં શિક્ષણ અને આરોગ્યની સેવાની સાથે પછાત વિસ્તારનાં લોકોના ઉત્થાનની પ્રવૃત્તિઓ પણ થાય છે એટલે જનસેવા એ પ્રભુસેવા’ છે. એ એમના જીવનનો સિદ્ધાંત બની ગયો છે.
જૈન સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ્ચ, અભ્યાસ, આયંબિલખાતું, સાધર્મિકભક્તિ, સાત ક્ષેત્ર વગેરેમાં પણ ઉદાર હાથે સુપાત્ર દાન કરીને એમના હાથને આભૂષણોથી નહીં પણ દાનથી અલંકૃત કર્યો છે. આજે ધાર્મિક પ્રસંગોમાં વિજ્ઞાનયુગની ગતિએ પહોંચી જાય છે અને યથાશક્તિ લાભ લઈને જિનશાસનના એક આદર્શ કાર્યકર્તા, મિલનસાર સ્વભાવ, મૈત્રી– વિનય, શ્રુતજ્ઞાનપ્રેમી વગેરે ગુણોથી એમનું વ્યક્તિત્વ નિરાળું છે. કેટલાક જન્મથી ગર્ભશ્રીમંત હોય પરંપરાગત રીતે દાન-પુણ્યસેવા કાર્યો કરે છે, પણ ચિનુભાઈ જન્મથી સામાન્ય હતા તેમાંથી એક અસાધારણ વ્યક્તિ તરીકે આજે વિધમાન છે. એમની પ્રતિભાની આ લાક્ષણિકતા પ્રતિભાદર્શનનું નવલું નજરાણું છે. તેમણે ૩૨ વર્ષની યુવાન વયે સામાજિક સેવાઓ શરૂ કરી હતી.
Jain Education Intemational
૮૯૩
શાહ
તેઓએ અન્ય સંસ્થાઓમાં દાન આપેલાં છે. અનેક સંસ્થાઓના ટ્રસ્ટી છે. ખાસ કરીને મહાવીર હાર્ટ રિસર્ચ ફાઉન્ડેશન, સી.યુ. મેડિકલ કૉલેજ–સુરેન્દ્રનગર, મંજુલા ઓર્થોપેડિક હૉસ્પિટલ-વિરમગામ, જૈન બોર્ડિંગ, મંજુલા કલા એકેડેમી આવી પાંત્રીસ જેટલી સંસ્થાઓમાં સક્રિય સેવા આપી રહ્યા છે. ૧૦-૧૨-૦૬ના રોજ મુંબઈમાં વસતા ઝાલાવાડી પરિવારોના એક સ્નેહમિલન વખતે તેમના ‘સમાજરત્ન' પદપ્રદાનનો પ્રસંગ પણ ભવ્ય રીતે ઊજવાઈ ગયો.
તા.
શ્રી ચિમનલાલ ખીમચંદ મહેતા
સત્યને જેમ શણગારની બિલકુલ જરૂર નથી તેમ સંસારમાં કેટલાંક માનવરત્નો સ્વયં સત્યથી પ્રકાશી ઊઠે છે. જીવનમાં ઘણું બધું નક્કર કામ કર્યું હોવા છતાં કશું જ કર્યું નથી એવી નિરપેક્ષ વૃત્તિથી પોતાનું કર્તવ્ય બજાવ્યે જાય છે. આવા આ સમસ્ત માનવજાતના કલ્યાણઇચ્છુક શ્રી સી. કે. મહેતા સાહેબને વર્ષો પહેલાં એકવાર રૂબરૂ મળવાનું બન્યું ત્યારે પ્રથમ પરિચયે જ એમના ઋજુ હૃદયની છાપ અંકિત થઈ હતી. આવું મમતાળું વ્યક્તિત્વ ધરાવતા શ્રી ચિમનલાલભાઈએ પુરુષાર્થ અને અપૂર્વ આત્મવિશ્વાસથી નાની વયમાં જ સ્વતંત્ર ધંધામાં ઝંપલાવ્યું. નીતિમત્તા અને ઊંડી સૂઝ-સમજને કારણે ધીરે ધીરે પણ પ્રગતિકારક રીતે ધંધાનો વિકાસ થતો ગયો. ૧૯૭૧માં દીપક નાઇટ્રાઇટ લિ.ની સ્થાપના કરી અને ૧૯૭૯માં દીપક ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશનની સ્થાપના કરી વ્યાપારિક ક્ષેત્રે આગવું સ્થાન ઊભું કર્યું, સાથે ધર્મશ્રદ્ધાના સિંચનથી સંસ્કારછોડને પણ ઊછેર્યો. મૂળભૂત રીતે ધર્મના સંસ્કારસિંચનથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પણ સમાજસેવા અને અનુકંપાદૃષ્ટિથી ઉત્તરોત્તર દાનધર્મનાં સોપાનો ચડતા રહ્યા.
પ્રબળ પુણ્યબળના યોગથી જ ધંધાની ઉન્નતિ અને ધાર્મિક, સામાજિક કાર્યોમાં પ્રગતિ સધાય છે. એવા એમના દૃઢ વિશ્વાસને લઈને ધંધામાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં આત્મિકઆધ્યાત્મિક સંબંધોને ઉચ્ચ પદ આપતા રહ્યા.
વ્યાપાર, ઉદ્યોગક્ષેત્ર ઉપરાંત સામાજિક, ધાર્મિકક્ષેત્રે પણ તેમણે વિનમ્ર રીતે પોતાનો યશસ્વી ફાળો આપ્યો છે.
વડોદરા નાંદેસરી ખાતે એક અદ્યતન હોસ્પિટલની સુંદર સગવડ ગ્રામીણ તેમજ ઔદ્યોગિક જનતા માટે એક ફાઉન્ડેશનની રચના કરી, જેનો લાભ સેંકડો લોકો લઈ રહ્યાં છે.
દીપક મેડિકલ ફાઉન્ડેશન અને દીપક ચેરિટેબલ ટ્રસ્ટમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org